Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતમાં આયોજિત એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની તટસ્થ સ્થળની અપીલ ફગાવી દેવાઈ

ભારતમાં આયોજિત એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની તટસ્થ સ્થળની અપીલ ફગાવી દેવાઈ

Published : 18 September, 2026 01:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં આયોજિત એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની તટસ્થ સ્થળની અપીલ ફગાવી દેવાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પાકિસ્તાને એશિયન હૉકી ફેડરેશન (AHF)ને વિનંતી કરી છે કે આગામી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની તેમની મૅચો કોઈ તટસ્થ સ્થળ પર ખસેડવામાં આવે જેથી તેમની ટીમ કોઈ પણ અવરોધ વિના ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે. સંવેદનશીલ દ્વિપક્ષીય સ્થિતિને ટાંકીને ભારતમાં ટૂર ન કરવાનો નિર્ણય લીધા પછી પાકિસ્તાને આ અપીલ કરી હતી.

હૉકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલ અને એશિયન હૉકી ફેડરેશન (AHF)ના વાઇસ-પ્રેસિડન્ટ ભોલાનાથ સિંહ કહે છે કે ‘આવી કોઈ અપીલ સ્વીકારવામાં આવશે નહીં. સ્થળમાં કોઈ ફેરફાર થશે નહીં. પાકિસ્તાને અગાઉ પણ આવું કર્યું છે.’



ગયા વર્ષે સુરક્ષાની સ્થિતિ વિશેની ચિંતાઓને ટાંકીને પાકિસ્તાન FIH જુનિયર વર્લ્ડ કપ અને તામિલનાડુમાં યોજાયેલી એશિયા કપમાંથી ખસી ગયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK