અનેક સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યા છે કે ગોવિંદા પત્ની સુનીતા આહુજા સાથે લગ્નના 37 વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે. જો કે, બન્નેમાંથી કોઈએ પણ ડિવૉર્સને લઈને કોઈપણ ઑફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું નથી.
સુનીતા આહુજા પતિ ગોવિંદા સાથેની ફાઈલ તસવીર
અનેક સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યા છે કે ગોવિંદા પત્ની સુનીતા આહુજા સાથે લગ્નના 37 વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે. જો કે, બન્નેમાંથી કોઈએ પણ ડિવૉર્સને લઈને કોઈપણ ઑફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું નથી.
બૉલિવૂડ એક્ટર ગોવિંદા ઘણાં સમયથી લાઈમલાઈટમાં છે. એકવાર ફરી તે ચર્ચામાં છવાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણાં સમયથી તેમા અંગત જીવનમાં હલચલ મચી ગઈ છે. તેમની પત્ની સુનીતા આહુજા (Sunita Ahuja) અનેક ઇન્ટરવ્યૂઝમાં કહી ચૂકી છે કે તે બન્ને સાથે નથી રહેતાં. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જૂમએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ શૅર કરીને માહિતી આપી છે કે લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા અને સુનીતા અલગ થઈ રહ્યાં છે અને તેમના છૂટાછેડા ફાઈનલ સ્ટેજ પર પહોંચી ગયા છે. અફવા એ પણ છે કે ગોવિંદા અને સુનીતાના અલગ થવાનું કારણ એક મરાઠી એક્ટ્રેસ છે. જો કે, સુનીતા અહુજા કે ગોવિંદા બન્નેમાંથી કોઈએ પણ આ મામલે કોઈપણ ઑફિશિયલ નિવેદન બહાર પાડ્યું નથી.
ADVERTISEMENT
જુદાં-જુદાં રહે છે ગોવિંદા અને સુનીતા આહુજા
ગોવિંદા (Govinda)ની પત્ની સુનીતા આહુજાએ તાજેતરમાં જ કેટલાક ઇન્ટરવ્યૂઝમાં જણાવ્યું હતું કે તે પતિ સાથે એક જ ઘરમાં રહેતી નથી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી બન્નેના સંબંધોમાં અનેક ઉતાર-ચડાણ અને તાણ ચાલી રહ્યા છે. સુનીતાએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેણે પોતાના લગ્નજીવનમાં ઘણો મુશ્કેલ સમય જોયો છે અને અનેક બાબતો વેઠી પણ છે. એ વાત જગજાહેર છે કે ગોવિંદા એક્ટ્રેસ નીલમને પ્રેમ કરતા હતા અને તેની સાથે જ લગ્ન કરવા માગતા હતા. પણ પોતાની માતાના દબાણમાં આવીને તેમને સુનીતા સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્ન પછી પણ ગોવિંદાનો નીલમ સાથે સંબંધ ઘણો સમય સુધી ચાલ્યો.
ગોવિંદાએ કરી હતી સુનીતાથી છૂટા પડવાની વાત
1990માં સ્ટારડસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ સ્વીકાર્યું છે કે તેણે એકવાર સુનીતાથી છૂટા પડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો, કારણકે તે નીલમ સાથે લગ્ન કરવા માગતા હતા. તેણે કહ્યું હતું કે, "મેં સુનીતાને કહ્યું કે તે મને છોડી દે. મેં તેની સાથે મારી સગાઈ સુદ્ધાં તોડી દીધી છે. જો સુનીતાએ મને ફરી ફોન કરીને સગાઈ માટે રાજી ન કર્યો હોત, તો કદાચ મેં નીલમ સાથ લગ્ન કરી લીધા હોત." જણાવવાનું કે ગોવિંદા અને સુનીતાએ 1987માં લગ્ન કર્યા હતા. ગોવિંદાએ લાંબો સમય સુધી પોતાના લગ્નની વાત પણ છુપાવી રાખી હતી. આ બૉલિવૂડ કપલને બે બાળકો છે. દીકરી ટીના અને દીકરો યશવર્ધન આહુજા.

