Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાઇરલ વિડિયોવાળા પુણેના આ ઍક્સિડન્ટમાં ટૂ-વ્હીલરસવાર અને તેનો સાથી હેમખેમ

વાઇરલ વિડિયોવાળા પુણેના આ ઍક્સિડન્ટમાં ટૂ-વ્હીલરસવાર અને તેનો સાથી હેમખેમ

Published : 25 February, 2025 11:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ–પુણે એક્સપ્રેસવેથી આગળ આવેલા વાકડમાં પૂરપાટ જઈ રહેલી કારે ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી, પણ નસીબના બળિયા બન્ને જણ બચી ગયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર આગળ જતાં પિંપરી-ચિંચવડ સુધરાઈની હદમાં આવેલા વાકડમાં હોટેલ ટિપટૉપ ઇન્ટરનૅશનલ સામે રવિવારે સાંજે થયેલા એક અકસ્માતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં પૂરઝડપે જઈ રહેલી કાર ઇમર્જન્સી બ્રેક મારે છે એને લીધે એ ૯૦ ડિગ્રી ફરી જાય છે અને ઘસડાઈને આગળ જઈ રહેલા ટૂ-વ્હીલરને અડફેટમાં લઈ લે છે. એમાં ટૂ-વ્હીલર પર જઈ રહેલા બન્ને યુવકો ફંગોળાઈને પડી જાય છે. બાજુમાંથી એક થ્રી-વ્હીલર ટેમ્પો પસાર થાય છે છતાં નસીબના બેઉ બળિયા બચી જાય છે અને તેઓ તરત ઊભા થઈને બાજુના ડિવાઇડર તરફ ચાલ્યા જાય છે. એ જ વખતે એ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારના ડૅશબોર્ડ પર લગાડવામાં આવેલા ડૅશ-કૅમમાં આખી ઘટના કૅપ્ચર થઈ ગઈ હતી અને પછી એ વિડિયો વાઇરલ થયો હતો.


આ ઘટનાની વિગતો આપતાં હિંજેવાડી પોલીસ-સ્ટેશનના આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) જ્ઞાનેશ્વર ઝોલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂ‍ળમાં અકસ્માતની આ ઘટના રવિવારે સાંજે ૬.૨૦ વાગ્યે બની હતી, પણ ટૂ-વ્હીલર ચલાવી રહેલા યુવકો અમારી પાસે રાતે ૯ વાગ્યા પછી આવ્યા હતા. તેમણે અમને એ વિડિયો બતાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે એ કારવાળાએ કાર રોકી હતી અને અમને કેટલું વાગ્યું છે એની પૂછપરછ પણ કરી હતી. એ પછી તેણે પાણી પણ ઑફર કર્યું હતું. જોકે બન્નેની ઈજા ગંભીર ન હોવાથી કાર-ડ્રાઇવર ગાડી લઈને ચાલ્યો ગયો હતો.’



આ ઘટનામાં ટૂ-વ્હીલર ચલાવી રહેલા ૩૨ વર્ષના દિનેશ વિશ્વકર્માએ હિંજેવાડી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તેમણે કારનો નંબર પણ આપ્યો હતો. જ્ઞાનેશ્વરે ઝોલે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘એ બન્ને યુવકો કાત્રજના રહેવાસી છે. તેમની બાઇક પર થોડો સામાન હતો જે અકસ્માતમાં ફંગોળાયો હતો. એ કારના નંબરની ડિટેલ મેળવી તો માલિકે એ કાર મુંબઈની કોઈ પાર્ટીને વેચી દીધી હોવાનું જાણવા મળ્યું છે અને અમને એ પાર્ટીનો નંબર પણ આપ્યો હતો. અમે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. અમે હાલમાં તેની સામે ગુનો નોંધીને કેસની તપાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK