Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદાની પત્ની સુનીતા આહુજા લૉક અપ 2માં પુરાશે

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા લૉક અપ 2માં પુરાશે

Published : 06 May, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનીતા આહુજાનો આ પહેલો રિયલિટી શો હશે અને તેણે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે

સુનીતા આહુજા

સુનીતા આહુજા


ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ પોતાનો પહેલો રિયલિટી શો સાઇન કરી લીધો હોવાના રિપોર્ટ છે. ચર્ચા છે કે તે એકતા કપૂરના રિયલિટી શો ‘લૉક અપ 2’માં ભાગ લેવા જઈ રહી છે. આ વખતે આ શો OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની શક્યતા છે.

રિયલિટી શો ‘લૉક અપ 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સુનીતા આહુજાનો આ પહેલો રિયલિટી શો હશે અને તેણે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે તેણે હજી સુધી આ શોમાં જોડાવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.



‘લૉક અપ’ની પહેલી સીઝન સફળ રહી હતી. કંગના રનૌતે આ પહેલી સીઝન હોસ્ટ કરી હતી અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારુકીએ શો જીત્યો હતો. એકતા કપૂર આ વખતે પણ કંગનાને હોસ્ટ તરીકે લાવવા માગે છે, પરંતુ તેના વ્યસ્ત શેડ્યુલને કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ચર્ચા છે કે જો કંગના શો હોસ્ટ નહીં કરી શકે તો અક્ષય કુમાર આ શો હોસ્ટ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK