Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

૧૦૦ નૉટઆઉટ

Published : 07 September, 2026 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે હનુમાન અંશનો બિઝનેસ ૯૩.૧૫ કરોડ રૂપિયા પર પહોંચ્યો એ પછી નક્કી થઈ ગયું કે રવિવારે આ ફિલ્મ સેન્ચુરી ફટકારશે

હનુમાન અંશ

હનુમાન અંશ


નીમ કરોલી બાબાના જીવન પરથી માત્ર બે કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ ગઈ કાલે ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશી ગઈ હતી. ગઈ કાલના રવિવારના બિઝનેસના આંકડા જોકે આજે સવારે જાહેર થશે, પણ શનિવારે આ ફિલ્મે ૧૫.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરીને પોતાનું ટોટલ ૯૩.૧૫ કરોડ રૂપિયા પર પહોંચાડી દીધું એ પછી રવિવારે એની સેન્ચુરી થઈ જશે એ નક્કી થઈ ગયું હતું. ટ્રેડ-એક્સપર્ટ તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મે ભારતીય બૉક્સ-ઑફિસ પર કરેલા નેટ કલેક્શનના આ આંકડા જાહેર કરતાં લખ્યું હતું કે આ ફિલ્મ દરરોજ સરપ્રાઇઝ આપી રહી છે, અચંબિત કરી રહી છે અને નવો ચીલો ચાતરી રહી છે.

મિર્ઝાપુર : ધ મૂવીએ બે દિવસમાં ૬૦.૩૫ કરોડ રૂપિયા રળી લીધા



‘મિર્ઝાપુર : ધ મૂવી’એ શુક્રવારના પહેલા દિવસે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૨૭.૮૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યા પછી શનિવારે બીજા દિવસે ૩૨.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પરિણામે બે દિવસની કમાણી ૬૦.૩૫ કરોડ રૂપિયા પર પહોંચી હતી. આ કલેક્શન હિન્દી ફિલ્મનું છે. ફિલ્મના તેલુગુ વર્ઝને બે દિવસમાં ૫૪ લાખ રૂપિયા ભેગા કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK