Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાન અંશ ૨૭ નવેમ્બરથી જોવા મળશે સોની લિવ પર

હનુમાન અંશ ૨૭ નવેમ્બરથી જોવા મળશે સોની લિવ પર

Published : 09 November, 2026 07:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાબા નીમ કરોલીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ને દુનિયાભરના દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. થિયેટરમાં આ ફિલ્મે પોતાના બજેટ કરતાં અનેકગણી વધુ કમાણી કરી હતી.

હનુમાન અંશ

હનુમાન અંશ


બાબા નીમ કરોલીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ને દુનિયાભરના દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. થિયેટરમાં આ ફિલ્મે પોતાના બજેટ કરતાં અનેકગણી વધુ કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લૅટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ સોશ્યલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શૅર કરી છે. નિર્માતાઓએ આ પોસ્ટમાં જણાવ્યું હતું કે ૭ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ૨૭ નવેમ્બરથી સોની લિવ ઍપ પર સ્ટ્રીમ થશે. સામાન્ય રીતે OTT રિલીઝના નિયમો પ્રમાણે ફિલ્મ સપ્ટેમ્બર સુધીમાં OTT પર આવી જવી જોઈતી હતી, પણ થિયેટરોમાં ફિલ્મની કમાણી ચાલુ હોવાના કારણે નિર્માતાઓએ ફિલ્મનું OTT પ્રીમિયર કર્યું નહોતું. હવે લાંબી રાહ બાદ દર્શકો આ ફિલ્મ ઘરે બેઠાં જોઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK