Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાએ દીકરા અગસ્ત્ય અને ગર્લફ્રૅન્ડ માહિકા સાથે દિવાળી ઉજવી, શૅર કરી પોસ્ટ

હાર્દિક પંડ્યાએ દીકરા અગસ્ત્ય અને ગર્લફ્રૅન્ડ માહિકા સાથે દિવાળી ઉજવી, શૅર કરી પોસ્ટ

Published : 09 November, 2026 05:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાર્દિક દ્વારા શૅર કરવામાં આવેલી ત્રીજી તસવીરમાં સજાવેલી પૂજાની જગ્યા પાસેની એક ખાસ પારિવારિક ક્ષણ જોવા મળે છે; જેમાં હાર્દિક માહિકાના કપાળ પર `તિલક` લગાવી રહ્યા છે, જ્યારે અગસ્ત્ય તેમની બાજુમાં ઊભો રહીને સ્માઇલ કરી રહ્યો છે.

હાર્દિક પંડયાનું દિવાળી સેલિબ્રેશન

હાર્દિક પંડયાનું દિવાળી સેલિબ્રેશન


ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી. તેણે સોશિયલ મીડિયા પર ઉજવણીની કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં પરિવારના સભ્યો ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાઈ રહ્યો છે અને તેના પરિવારની ખાસ પળો કેદ થઈ છે. હાર્દિકની આ તસવીરોમાં તેનો પુત્ર અગસ્ત્ય અને ગર્લફ્રૅન્ડ માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં પરિવાર તહેવારની ઉજવણી કરતી પળો જોવા મળી રહી છે.

પરંપરાગત વસ્ત્રોમાં હાર્દિક અને અગસ્ત્ય



એક તસવીરમાં હાર્દિકે ઑફ-વ્હાઇટ રંગનો ભરતકામવાળો કુર્તો પહેર્યો છે, જેની સાથે તેણે સફેદ પાયજામો અને મૅચિંગ ચંપલ પહેર્યા છે. તેણે તેના દીકરા અગસ્ત્ય સાથે પોઝ આપ્યો હતો. હાર્દિકે માહિકા શર્મા સાથેની એક તસવીર પણ શૅર કરી છે. માહિકાએ લાલ રંગનો ભરતકામવાળો ઍથનિક સૂટ પહેર્યો છે, જેમાં સોનેરી રંગનું ઝીણવટભર્યું કામ છે અને સાથે મૅચિંગ દુપટ્ટો પણ છે.



હાર્દિક માહિકાને `તિલક` લગાવ્યો

હાર્દિકે શૅર કરેલી ત્રીજી તસવીરમાં સજાવેલી પૂજાની જગ્યા પાસેની એક ખાસ પારિવારિક ક્ષણ જોવા મળે છે; જેમાં હાર્દિક માહિકાના કપાળ પર `તિલક` લગાવી રહ્યા છે, જ્યારે અગસ્ત્ય તેમની બાજુમાં ઊભો રહીને સ્માઇલ કરી રહ્યો છે. આ તસવીરની સાથે હાર્દિકે દિવાળીની શુભેચ્છા પાઠવતા લખ્યું, "હૅપ્પી દિવાળી" અને લાલ હાર્ટનું ઈમોજી પણ મૂક્યું.

હાર્દિક પંડ્યાને મળવા માટે એક જબરા ફૅને લખનઉ ટૂ બૅન્ગલોર વાયા મુંબઈ ૨૩૯૦ કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું

આગાઉની એક ઘટનામાં ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના એક જબરા ફૅનનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જબરદસ્ત વાઇરલ થયો છે. આ વિડિયોમાં રવિ કુમાર રાવત નામનો એક ચાહક બૅન્ગલોરમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સની બહાર હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરતો જોવા મળ્યો. તેના ખભા પર લટકાવેલી બૅગ પર તિરંગો અને હાથમાં હાર્દિક પંડ્યા માટેનું પોસ્ટર જોવા મળ્યું. લખનઉના આ ચાહકે હાર્દિક પંડ્યાને મળવા લગભગ ૨૩૯૦ કિલોમીટરની પદયાત્રા કરી. લખનઉથી મુંબઈ તેણે આશરે ૧૪૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું અને પછી મુંબઈથી ૯૯૦ કિલોમીટરનું અંતર ફરી પગપાળા કાપ્યું હતું. હાર્દિક આ ચાહકને ભેટે છે અને તેને પરત ફરવા માટે ટિકિટની વ્યવસ્થા કરી આપવાની ઑફર પણ આપે છે. હાર્દિક પંડ્યા હાલમાં મુંબઈથી બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સ પાસેના વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે. તે ઇન્જરીઓમાંથી ફિટ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. IPL 2026 પછી તે ક્રિકેટ ઍક્શનમાં જોવા મળ્યો નથી.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK