Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુહુના ઇસ્કૉન મંદિરમાં ભજન-આરતી સાથે યોજાઈ હનુમાન અંશની સક્સેસ-પાર્ટી

જુહુના ઇસ્કૉન મંદિરમાં ભજન-આરતી સાથે યોજાઈ હનુમાન અંશની સક્સેસ-પાર્ટી

Published : 17 November, 2026 11:51 AM | Modified : 17 November, 2026 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશરે દોઢથી બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ની કમાણી શરૂઆતના બે અઠવાડિયાં સુધી ધીમી રહી હતી, પણ ત્રીજા અઠવાડિયાથી બૉક્સ-ઑફિસ પર એની કમાણીમાં અચાનક તેજી આવી હતી અને એ બ્લૉકબસ્ટર ફિલ્મ બની ગઈ હતી. બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવ્યા બાદ ‘હનુમાન અંશ’.

હનુમાન અંશની સક્સેસ-પાર્ટી

હનુમાન અંશની સક્સેસ-પાર્ટી


શનિવારે જુહુસ્થિત ઇસ્કૉન મંદિરમાં ફિલ્મ ‘હનુમાન અંશ’ની સક્સેસ-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મે થિયેટરમાં ૧૦૦ દિવસ પૂર્ણ કરતાં નિર્માતાઓએ આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ભજન અને આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે કાર્તિક આર્યને પણ આ સક્સેસ-પાર્ટીમાં હાજરી આપી હતી અને ભજન-આરતીમાં ભાગ લીધો હતો.

સક્સેસ-પાર્ટીમાં ફિલ્મમાં નીમ કરોલી બાબાનો રોલ કરનાર મુખ્ય અભિનેતા શોભિનવ સત્ય અને ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદી સહિત બીજા કલાકાર-કસબીઓ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં મહેમાનો માટે શાકાહારી અને સાત્ત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.



આશરે દોઢથી બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ની કમાણી શરૂઆતના બે અઠવાડિયાં સુધી ધીમી રહી હતી, પણ ત્રીજા અઠવાડિયાથી બૉક્સ-ઑફિસ પર એની કમાણીમાં અચાનક તેજી આવી હતી અને એ બ્લૉકબસ્ટર ફિલ્મ બની ગઈ હતી. બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવ્યા બાદ ‘હનુમાન અંશ’ હવે ૨૭ નવેમ્બરથી સોની લિવ પર સ્ટ્રીમ થશે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK