Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦ વર્ષ બાદ બનશે હે બેબી 2

૨૦ વર્ષ બાદ બનશે હે બેબી 2

Published : 05 September, 2026 03:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસપ્રદ વાત એ છે કે મૂળ ‘હે બેબી’નું શૂટિંગ પણ ઑસ્ટ્રેલિયામાં થયું હતું, તેથી એની સીક્વલ પણ એ જ દેશમાં ફિલ્માવવામાં આવશે.

હે બેબી

હે બેબી


૨૦૦૭માં રિલીઝ થયેલી લોકપ્રિય કૉમેડી ફિલ્મ ‘હે બેબી’ની સીક્વલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ ઑસ્ટ્રેલિયામાં પોતાની આગામી ત્રણ ફિલ્મોનું શૂટિંગ કરવા માટેનો કરાર જાહેર કર્યો છે જેમાં ‘હે બેબી 2’ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે મૂળ ‘હે બેબી’નું શૂટિંગ પણ ઑસ્ટ્રેલિયામાં થયું હતું, તેથી એની સીક્વલ પણ એ જ દેશમાં ફિલ્માવવામાં આવશે. 
મૂળ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, રિ​તેશ દેશમુખ અને ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં હતાં. ત્રણ બૅચલર્સ અને અચાનક તેમના જીવનમાં આવેલી એક નાની બાળકીને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મ દર્શકોને આજે પણ યાદ છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી સીક્વલની સ્ટારકાસ્ટની જાહેરાત નથી કરી.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK