કરણ જોહરની આગામી ફિલ્મ ‘હોમબાઉન્ડ’નું ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થવાનું છે.
કાન ફેસ્ટિવલમાંથી શિખર પહારિયાનો ફોટો સામે આવ્યો છે જેમાં તે ખુશી કપૂર, ઓરી અને કરણ જોહર સાથે જોવા મળે છે.
કરણ જોહરની આગામી ફિલ્મ ‘હોમબાઉન્ડ’નું ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થવાનું છે. આ સ્ક્રીનિંગ માટે કરણ જોહર પોતાની સ્ટારકાસ્ટ સાથે ફ્રાન્સ પહોંચી ગયો છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ‘હોમબાઉન્ડ’ના પ્રીમિયર દરમ્યાન ફિલ્મની સ્ટારકાસ્ટ પણ હાજર રહેશે. આ સ્ક્રીનિંગ વખતે જાહ્નવીને સપોર્ટ કરવા માટે બૉયફ્રેન્ડ શિખર પહારિયા હાથમાં ઈજાને કારણે તૂટેલા હાથ સાથે પહોંચી ગયો છે.
કાન ફેસ્ટિવલમાંથી શિખર પહારિયાનો ફોટો સામે આવ્યો છે જેમાં તે ખુશી કપૂર, ઓરી અને કરણ જોહર સાથે જોવા મળે છે.

