હૃતિક અને સબાએ હાલમાં તેમની વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે જેમાં બન્ને વિન્ટર આઉટફિટમાં હાથમાં હાથ રાખીને રસ્તા પર વૉકિંગ કરતાં જોવા મળ્યાં હતાં
હૃતિક રોશન અને સબા આઝાદ
હૃતિક રોશન અને સબા આઝાદ ૨૦૨૧થી રિલેશનશિપમાં છે. તેઓ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ઘણી વખત તેમના આઉટિંગની તસવીરો પોસ્ટ કરતાં હોય છે. હૃતિક અને સબાએ હાલમાં તેમની વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે જેમાં બન્ને વિન્ટર આઉટફિટમાં હાથમાં હાથ રાખીને રસ્તા પર વૉકિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ તસવીર સાથે સબાએ કૅપ્શન લખી છે, ‘વિન્ટર વૉકિંગ કરતાં વધારે કંઈ સારું નથી.’ આ તસવીરોમાં બન્નેની નિકટતા સ્પષ્ટ નજરે ચડે છે.
સંગીતા બિજલાણીએ કર્યાં કામાખ્યાદેવીનાં દર્શન
ADVERTISEMENT

સંગીતા બિજલાણીએ ગઈ કાલે આસામના ગુવાહાટીમાં આવેલા પ્રખ્યાત માતા કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી. એમાં દર્શન દરમ્યાન તેણે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને માતાની
પૂજા-આરાધના કરીને ઘંટનાદ પણ કર્યો હતો. આ મંદિર શક્તિપીઠ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને અહીં કામાખ્યાદેવીની પૂજા થાય છે.


