હૃતિકે લખ્યું, ‘‘ઓ રોમિયો’ આખરે તમારું દિલ જીતી લે છે. મને ફિલ્મ જોઈને ખૂબ આનંદ આવ્યો"
હૃતિક રોશન
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ‘ઓ રોમિયો’ ૧૩ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હાલમાં હૃતિક રોશને આ ફિલ્મ જોઈને સોશ્યલ મીડિયામાં એની પ્રશંસા કરી છે.
આ ફિલ્મની પ્રશંસા કરતાં હૃતિકે લખ્યું, ‘‘ઓ રોમિયો’ આખરે તમારું દિલ જીતી લે છે. મને ફિલ્મ જોઈને ખૂબ આનંદ આવ્યો. શાહિદ કપૂર, તમે આ જૉન્રના બેસ્ટ ઍક્ટર છો. તમે ફિલ્મમાં અત્યંત શાનદાર લાગો છો. ગાઇઝ... તમે પણ થિયેટરમાં જઈને આ ફિલ્મનો આનંદ લો.’
ADVERTISEMENT
હૃતિકની આ પોસ્ટ પર શાહિદે પણ લાગણીસભર પ્રતિભાવ આપ્યો. તેણે લખ્યું, ‘ભાઈ, મેં તમારી ડેબ્યુ ફિલ્મ ત્યારે જોઈ હતી જ્યારે હું કૉલેજમાં હતો અને તમે મારા દિલમાં તોફાનની જેમ જગ્યા બનાવી લીધી હતી. ત્યારથી આજ સુધી હું તમારો દીવાનો છું. આજે તમારી આ પોસ્ટ જોઈને ખૂબ ખાસ લાગી રહ્યું છે. તમને ઘણો પ્રેમ અને મને ખૂબ ખુશી છે કે તમને ફિલ્મ ગમી.’
