Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલ્ફામાં હૃતિક રોશનનો કૅમિયો કન્ફર્મ

આલ્ફામાં હૃતિક રોશનનો કૅમિયો કન્ફર્મ

Published : 18 June, 2026 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેલરમાં માત્ર તેની આંખોની ઝલક જ બતાવવામાં આવી છે પણ આ વાત હૃતિકનો કૅમિયો કન્ફર્મ કરે છે

આલ્ફામાં હૃતિક રોશનનો કૅમિયો

આલ્ફામાં હૃતિક રોશનનો કૅમિયો


આલિયા ભટ્ટ અને શર્વરીને લીડ રોલમાં ચમકાવતી ‘આલ્ફા’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં આલિયા અને શર્વરી દમદાર ઍક્શન કરતી જોવા મળે છે. આ ટ્રેલર પરથી ખબર પડી છે કે ફિલ્મમાં અનિલ કપૂર અને બૉબી દેઓલ પણ મહત્ત્પૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. જોકે સાચી સરપ્રાઇઝ તો ટ્રેલરના અંતિમ ક્ષણોમાં મળે છે. ફિલ્મના ટ્રેલરના અંતે હૃતિક રોશનની મેજર કબીર ધાલીવાલ તરીકે ઝલક જોવા મળે છે. ટ્રેલરમાં માત્ર તેની આંખોની ઝલક જ બતાવવામાં આવી છે પણ આ વાત હૃતિકનો કૅમિયો કન્ફર્મ કરે છે. ટ્રેલર પ્રમાણે હૃતિક આ મિશન દરમ્યાન આલિયા અને શર્વરીનાં પાત્રોને મદદ કરતો જોવા મળી શકે છે પણ તેના પાત્ર વિશે વધુ વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી.

શર્વરી ક્યાં છે? આલ્ફાના ટીઝર-લૉન્ચ વખતે ફૅન્સમાં ચર્ચાતા આ સવાલનો જવાબ આલિયા ભટ્ટે ટ્રેલર-રિલીઝ વખતે ખાસ રીતે આપ્યો




આલિયા ભટ્ટ અને શર્વરીને લીડ રોલમાં ચમકાવતી ‘આલ્ફા’ ૩ જુલાઈએ રિલીઝ થવાની છે. થોડા સમય પહેલાં ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે એમાં શર્વરીને સ્થાન નહોતું મળ્યું. આ પછી સોશ્યલ મીડિયામાં ‘શર્વરી ક્યાં છે’ એવો સવાલ ચર્ચાઈ રહ્યો હતો. હવે ગઈ કાલે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે ત્યારે આલિયાએ ખાસ સ્ટાઇલથી શર્વરી સાથે તેનું બૉન્ડિંગ દર્શાવતી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં આલિયા અને શર્વરી ‘આલ્ફા’નું ટી-શર્ટ પહેરીને પોઝ આપતી જોવા મળી રહી છે. ‘આલ્ફા’ના ટીઝરમાં પણ શર્વરી ધમાકેદાર ઍક્શન કરતી જોવા મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK