Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોડ જૅમ કરવા માટે ઇન્ફ્લુઅન્સરે ઓવરબ્રિજ પરથી પૈસા ઉડાડ્યા

રોડ જૅમ કરવા માટે ઇન્ફ્લુઅન્સરે ઓવરબ્રિજ પરથી પૈસા ઉડાડ્યા

Published : 18 June, 2026 11:31 AM | IST | Panipat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવાલ એ થાય કે શું યુવક પાસે વધારાના પૈસા હતા કે તેણે આવો સ્ટન્ટ કર્યો?

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


હરિયાણાના પાણીપતમાં એક યુવાને સોશ્યલ મીડિયા પર રીલ બનાવવા માટે નૅશનલ હાઇવેના એલિવેટેડ ઓવરબ્રિજ પરથી ચલણી નોટોનો વરસાદ શરૂ કરી દીધો હતો. એને કારણે નીચે ઊભેલા લોકો એ નોટ વીણવા લાગ્યા હતા. માત્ર વાહનચાલકો જ નહીં, મહિલાઓ પણ ત્યાં આવીને નોટો વીણવા લાગી હતી. એને કારણે થોડીક વાર માટે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સવાલ એ થાય કે શું યુવક પાસે વધારાના પૈસા હતા કે તેણે આવો સ્ટન્ટ કર્યો? ના, વાત એમ છે કે આ ભાઈએ પહેલેથી જાહેરાત કરી હતી કે પાણીપતના જી. ટી. રોડ પર તે ચોક્કસ સમયે ટ્રાફિક જૅમ કરશે. બંટી પંડિત નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી તેણે આ જાહેરાત કરી હતી. જ્યારે પૈસા હવામાં ઊડ્યા ત્યારે કેવો અફરાતફરીનો માહોલ થઈ ગયો એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકો પોતાના જીવની પરવા કર્યા વિના ટ્રાફિકની વચ્ચે નોટો વીણવા લાગ્યા હતા, જ્યારે પોલીસ ટ્રાફિકને સંભાળતી જોવા મળી હતી. આ વાઇરલ વિડિયો અને ટ્રાફિક પોલીસની ફરિયાદના આધારે પોલીસે અજ્ઞાત યુવક વિરુદ્ધ સામાન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવાનો કેસ દાખલ કર્યો છે. હજી આ યુવાન કોણ છે એની ઓળખ થઈ શકી નથી.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 11:31 AM IST | Panipat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK