‘The Roshans’ની સક્સેસ-પાર્ટીમાં રિધાન દાદા રાકેશ રોશન અને પપ્પા હૃતિક રોશન સાથે જોવા મળ્યો હતો. તે જબરદસ્ત સ્ટાઇલિશ અને હૅન્ડસમ દેખાતો હતો.
હૃતિક રોશનનો નાનો દીકરો રિધાન છવાઈ ગયો હતો
હાલમાં ડૉક્યુ-સિરીઝ ‘The Roshans’ની સફળતાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં હૃતિક રોશનનો નાનો દીકરો રિધાન છવાઈ ગયો હતો. રિધાનના ભોળપણે બધાનાં દિલ જીતી લીધાં હતાં અને એનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે.
હૃતિક રોશન અને સુઝૅન ખાનના બે દીકરા છે. મોટો દીકરો રેહાન અને નાનો દીકરો રિધાન છે. ‘The Roshans’ની સક્સેસ-પાર્ટીમાં રિધાન દાદા રાકેશ રોશન અને પપ્પા હૃતિક રોશન સાથે જોવા મળ્યો હતો. તે જબરદસ્ત સ્ટાઇલિશ અને હૅન્ડસમ દેખાતો હતો.
ADVERTISEMENT
હૃતિકના ૧૭ વર્ષના આ દીકરાની ક્લિપ જોઈને લોકોએ અલગ-અલગ કમેન્ટ્સ કરી છે. ‘ક્યુટ દીકરો અને ભવિષ્યનો નૅશનલ ક્રશ’, ‘આર્યન અને ઇબ્રાહિમને મજબૂત સ્પર્ધક મળી ગયો છે’, ‘આ બહુ જ હૅન્ડસમ છે, એકદમ પિતા પર ગયો છે,’ ‘આ મોટો થઈને હૃતિકથી પણ વધારે હૅન્ડસમ બનશે’ જેવી કમેન્ટ્સ રિધાનની લોકપ્રિયતાનો પુરાવો છે.
હૃતિક અને સુઝૅને ૨૦૦૦માં લગ્ન કર્યાં હતાં અને બે બાળકોના પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરા રેહાનનો જન્મ ૨૦૦૬માં અને રિધાનનો જન્મ ૨૦૦૮માં થયો હતો. જોકે ૨૦૧૪માં તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં હૃતિક સબા આઝાદને ડેટ કરી રહ્યો છે અને સુઝૅન અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે.

