Valvada Ram Mandir: 5 હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલ આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાંચ દિવસ ચાલવાનો છે, 80થી વધુ સંતો પધારવાના છે.
કાર્યક્રમની આમંત્રણપત્રિકા સંતોના ચરણે મૂકવામાં આવી હતી.
Valvada Ram Mandir: વાપી પાસે આવેલા વલવાડા રેલ્વે અંડરબ્રિજ પાસે ભવ્ય શ્રીરામ મંદિર આકાર પામ્યું છે. 5 હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલ આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાંચ દિવસ ચાલવાનો છે. જેમાં હરિદ્વારના આચાર્ય વેદ પ્રકાશ કૌશિક અને ભૂદેવોની ઉપસ્થિતિ રહેશે. 80થી વધુ સંતો પધારવાના છે. આ સમગ્ર કાર્યક્રમ સંત શ્રી ઓધવરામજી મહારાજ, સંત શ્રી વાલરામજી મહારાજની પ્રેરણાથી અને કુળદેવી હિંગળાજ માતાજીની કૃપાથી કરાયો છે. 21-2-2025ના રોજ કળશ યાત્રાથી તેનો પ્રારંભ થશે તો ૨૫-૨-૨૦૨૫ના રોજ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે.
પાંચ દિવસના કાર્યક્રમોની યાદી અને વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે.
ADVERTISEMENT
૧. પ્રથમ દિવસે તા. ૨૧-૨-૨૦૨૫ શુક્રવારના સવારે ૮ વાગ્યે પંચાંગ પૂજન થશે. અને ત્યારબાદ કળશયાત્રા (Valvada Ram Mandir) યોજાશે. સાંજે ૪:૦૦ વાગ્યે જલાધિવાસ, આવાહિત દેવ પ્રતિ પ્રતિષ્ઠા, અગ્નિ પ્રતિષ્ઠા અને હવન, આરતી થશે. ત્યારબાદ રાત્રે ૯:૦૦ વાગ્યાથી શ્રી રામ મહિમા રજૂ કરશે રૂયિ ભાનુશાલી અને ટીમ.
૨. દ્વિતીય દિવસ તા. ૨૨-૨-૨૦૨૫ શનિવારના સવારે ૮ વાગ્યે પંચાંગપૂજન, દેવતા અન્નાધીવાસ, શ્રીરામ સહર્ષનામાવલી, હવન આહુતી થશે. સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી હનુમાન સહર્ષનામાવલી હવન આહુતિ, આરતી અને પુષ્પાંજલિની વિધિ થશે. રાત્રે ૯.૦૦ વાગ્યાથી તન્વી ગઢવી, રમેશ બારોટ, જિગર દામા, સાગર ગજરા ભવ્ય રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
૩. તૃતીય દિવસ તા. ૨૩-૨-૨૦૨૫ રવિવારે (Valvada Ram Mandir) સવારના ૮ વાગ્યે પંચાંગ પૂજન, દેવતા ફલાધિવાસ, શ્રીરામ સહર્ષનામાવલી હવન થશે. સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી હનુમાન સહર્ષનામાવલી હવન, આરતી પુષ્પાંજલિનો કાર્યક્રમ થશે. રાત્રે ૯:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી વિશ્વ પ્રસિદ્ધ શ્રી રસરાજજી મહારાજ દ્વારા સુંદરકાંડનો લાભ મળવાનો છે.
૪. તા. ૨૪-૨-૨૦૨૫ સોમવારના ચોથા દિવસે સવારના ૮ વાગ્યે પંચાંગ પૂજન, દેવતા ધૃતાધિવાસ, શ્રીરામ સહર્ષનામાવલી હવન થશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી હનુમાન સહર્ષનામાવલી હવન, દેવતા શૈય્યાધિવાસ, પુષ્પાંજલિ અને રાત્રે ૯:૦૦ વાગ્યાથી `આજ કી શામ પ્રભુ શ્રી રામ કે નામ` હેઠળ દિલ્હીનું સાધો બેન્ડ ભક્તિસભર રજૂઆત કરશે.
૫. Valvada Ram Mandir: પાંચમા અને અંતિમ દિવસે સવારના ૮ વાગ્યે પંચાંગ પૂજન, દેવતા ઔષધી ગંગાજળથી અભિષેક અર્ચન, અન્જન શલાકા, પ્રાણ પ્રતિષ્ઠા, દેવતા ભોગ-પુર્ણાહુતિ અને મહાઆરતીથશે. ત્યારબાદ બપોરના ૧૨:૩૯ વાગ્યે વિજય મુહૂર્ત, પ્રાણ પ્રતિષ્ઠા, અનંતશ્રી વિભૂષિત પશ્ચિમનાય દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થશે. બપોરના ૧ વાગ્યે મહાપ્રસાદનું આયોજન છે. બપોરના ૨:૦૦ વાગ્યે સંતોના આર્શીવચન બાદ રાત્રે ૯:૦૦ વાગ્યાથી સંતવાણી ભવ્ય લોક ડાયરો થશે. જેમાં ભાગ લેશે દેવરાજ ગઢવી (નાનો ડેરો), નારાયણ ઠાકર (સુર સાધક) , નિલેશ ગઢવી (સુર સાધક), બિંદુ રામાનુજ (સંતવાણી આરાધક) તેમ જ પિયુષ મહારાજ (હાસ્ય કલાકાર).
Valvada Ram Mandir: શ્રી કચ્છી ભાનુશાલી વાપી મિત્ર મંડળ, શ્રી નલિયા ભાનુશાલી મિત્રમંડળ, કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, સમસ્ત કચ્છી ભાનુશાલી સમાજના નેજા હેઠળ આ આયોજન પાર પડશે. સમગ્ર શ્રીરામ મંદિરનું કોતરકામ વાપીના શિલ્પકાર નિતેશભાઈ સોમપુરાના હસ્તે કરવામાં આવ્યું છે.

