સોશ્યલ મીડિયામાં પુરાવા સાથે ચર્ચા ચાલી છે
‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’નાં ગીતોને સારીએવી લોકપ્રિયતા મળી હતી. હવે સોશ્યલ મીડિયામાં પુરાવા સાથે ચર્ચા ચાલી છે કે આ ફિલ્મનું ‘ચાંદ છુપા બાદલ મેં’ સૉન્ગ ૧૯૭૦માં રિલીઝ થયેલી હૉલીવુડ ફિલ્મ ‘લવ સ્ટોરી’ના ગીત ‘વેર ડૂ આઇ બિગિન’ની કૉપી છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં બન્ને ગીતોના મ્યુઝિકમાં અદ્ભુત સમાનતા જોવા મળે છે.

ADVERTISEMENT
‘હમ દિલ દે ચુકે સનમ’ની વાત કરીએ તો આ ફિલ્મ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું સંગીત ઇસ્માઇલ દરબારે આપ્યું હતું અને ‘ચાંદ છુપા બાદલ મેં’ ગીતને ઉદિત નારાયણ તથા અલકા યાજ્ઞિકે ગાયું હતું. આ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને એવું પણ કહેવાય છે કે આ જ ફિલ્મથી સલમાન અને ઐશ્વર્યાની લવસ્ટોરી શરૂ થઈ હતી.


