શનિવારે ‘થામા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હુમા કુરેશીએ તેના બૉયફ્રેન્ડ એવા ઍક્ટિંગ કોચ રચિત સિંહ સાથે હાજરી આપી હતી. ગયા મહિને સમાચાર આવ્યા હતા કે હુમા અને રચિતે સીક્રેટ સગાઈ કરી લીધી છે, પણ આ મામલે હુમાએ કોઈ સ્પષ્ટતા નથી કરી.
હુમા કુરેશી પહેલી વખત બૉયફ્રેન્ડ રચિત સિંહ સાથે જાહેરમાં દેખાઈ
શનિવારે ‘થામા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હુમા કુરેશીએ તેના બૉયફ્રેન્ડ એવા ઍક્ટિંગ કોચ રચિત સિંહ સાથે હાજરી આપી હતી. ગયા મહિને સમાચાર આવ્યા હતા કે હુમા અને રચિતે સીક્રેટ સગાઈ કરી લીધી છે, પણ આ મામલે હુમાએ કોઈ સ્પષ્ટતા નથી કરી. જોકે આ સમાચાર પછી પહેલી વખત ‘થામા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હુમા અને રચિત જાહેરમાં સાથે દેખાયાં હતાં. બન્ને રેડ કાર્પેટ પર હાથમાં હાથ નાખીને પહોંચ્યાં. તેમણે ફોટોગ્રાફર્સ માટે હસતાં-હસતાં પોઝ પણ આપ્યા. ઇવેન્ટના વિડિયો સામે આવ્યા પછી ચાહકોએ તેમની કેમિસ્ટ્રીની પ્રશંસા કરી હતી.

