ગઈ કાલે અરુણ ખેતરપાલની ૭૫મી જયંતી પર ‘ઇક્કીસ’ના મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે
ફિલ્મમાં અગસ્ત્ય નંદા લીડ રોલ ભજવી રહ્યો છે
સૌથી નાની વયે પરમવીર ચક્ર જીતનારા અરુણ ખેતરપાલના જીવન પરથી ‘ઇક્કીસ’ નામની ફિલ્મ બની રહી છે. ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં અપ્રતિમ સાહસ દર્શાવવા બદલ ૨૧ વર્ષના અરુણ ખેતરપાલને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા લીડ રોલ ભજવી રહ્યો છે.
ગઈ કાલે અરુણ ખેતરપાલની ૭૫મી જયંતી પર ‘ઇક્કીસ’ના મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે જેમાં અગસ્ત્ય નંદા હાથમાં બંદૂક લઈને યુદ્ધમાં દુશ્મનોનો સામનો કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા સાથે ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ જોવા મળશે.

