તમન્ના ભાટિયા બાદ હવે આલિયા કુરૈશી સાથે ઍક્ટરનું નામ જોડાયું છે
આલિયા કુરૈશી સાથે દેખાયો વિજય વર્મા
વિજય વર્મા હાલમાં પોતાની ફિલ્મોની સાથે-સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. તમન્ના ભાટિયા સાથેના બ્રેકઅપ બાદ તેનું નામ ઍક્ટ્રેસ અને ગાયિકા આલિયા કુરૈશી સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં ‘લસ્ટ સ્ટોરીઝ 3’ના સ્ક્રીનિંગ દરમ્યાન બન્ને એક જ ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં, જેના કારણે તેમના ડેટિંગની અટકળોએ ફરી જોર પકડ્યું છે. જોકે વિજય કે આલિયાએ પોતાના સંબંધ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આલિયા ગાયિકા, ગીતકાર અને અભિનેત્રી તરીકે કામ કરે છે. સંગીતની સાથે તેણે ઍક્ટિંગમાં પણ નોંધપાત્ર પ્રોજેક્ટ્સ કર્યા છે. આલિયાએ બૉલીવુડમાં ‘જવાન’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ‘બંદિશ બૅન્ડિટ્સ’ની બીજી સીઝનમાં તેમ જ ખુશી કપૂર અને ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ ‘નાદાનિયાં’માં પણ જોવા મળી હતી.
