Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના કોલશેતમાં ટીનેજર પર તેના જ ૩ કઝિન દ્વારા બળાત્કાર

થાણેના કોલશેતમાં ટીનેજર પર તેના જ ૩ કઝિન દ્વારા બળાત્કાર

Published : 18 September, 2026 09:39 AM | IST | Thane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ મહિનાથી જાતીય અત્યાચાર સહન કરી રહેલી યુવતીએ ડરને કારણે પરિવારથી વાત છુપાવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના કોલશેતમાં રહેતી ૧૯ વર્ષની ટીનેજર પર તેના જ ૩ કઝિન ભાઈઓ દ્વારા છેલ્લા ૬ મહિનાથી બળાત્કાર થતો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. કોપરી પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો હતો જે નોંધ્યા બાદ એને કાપુરબાવડી પોલીસ-સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

કાપુરબાવડી પોલીસ-સ્ટેશનનાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મંજુષા ભોંગલેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીનેજર પર લગભગ ૬ મહિનાથી તેના ૩ કઝિન બળાત્કાર કરી રહ્યા હતા. જોકે ડરી ગયેલી ટીનેજરે પહેલાં આ બાબતે પરિવારને જણાવ્યું નહોતું. હવે તેણે હિંમત કરીને પરિવારને જાણ કરતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી અને એ પછી અમે ઍક્શન લીધી છે. બે આરોપીઓ ૨૦ અને ૨૩ વર્ષના છે અને એક સગીર છે. અમે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક સગીર આરોપીની અટકાયત કરીને તેને ભિવંડીની જુવેનાઇલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. હાલ કેસની વધુ તપાસ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 09:39 AM IST | Thane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK