Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના ભાગલા વિશે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને સંભળાવ્યું

શિવસેનાના ભાગલા વિશે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને સંભળાવ્યું

Published : 18 September, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ જૂથને શિવસેનાનું નામ અને ધનુષબાણનું ચિહ્‌ન ન આપીને સ્વબળે ચૂંટણી લડવા દેવાનો નિષ્પક્ષ રસ્તો અપનાવવો જોઈતો હતો

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


સંગઠિત શિવસેનાના ૨૦૨૨માં ભાગલા પડ્યા ત્યારથી ધનુષબાણ તથા શિવસેના નામના ઉપયોગના મુદ્દે ચાલતી કાયદાકીય લડતની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાન્ત, જૉયમાલા બાગચી તથા વી. મોહનાની ડિવિઝન બેન્ચે ઇલેક્શન કમિશન (EC)ની પણ ઝાટકી હતી. ECએ શા માટે ધનુષબાણ અને શિવસેના નામ એક જ પક્ષ (એકનાથ શિંદેના પક્ષની શિવસેના)ને ફાળવ્યું, છૂટા પડેલા બન્ને પક્ષને શિવસેનાનું નામ તથા એનું ધનુષ્યબાણ ઉપયોગમાં ન લેવાનો નિર્ણય શા માટે ન લેવાયો એવો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે પૂછ્યો હતો. એક પક્ષને નામ અને નિશાન આપ્યું હોવાથી તેમને લાભ થયો હોવાનું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.

ECએ નિષ્પક્ષ કામગીરી ન કરીને એક પક્ષને શિવસેના પાર્ટીનું ખરું નામ અને નિશાન ઉપયોગમાં લેવાની પરવાનગી આપી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. આમ ન કરતાં EC કોઈ પણ પક્ષને શિવસેના નામ કે એનું ધનુષબાણ ન વાપરતાં પોતાના બળે ચૂંટણી લડવાનો નિષ્પક્ષ રસ્તો અપનાવી શક્યું હોત એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. ખરા પક્ષના નામ કે નિશાનનો ઉપયોગ કર્યા વિના બાળાસાહેબના નામના બળે ચૂંટણી લડવાને બદલે બન્ને પક્ષ પોતપોતાના બળે ચૂંટણી લડી શક્યા હોત એવું નિરીક્ષણ સુપ્રીમ કોર્ટે કર્યું હતું.



ઉલ્લેખનીય છે કે આ મામલે શિવસેના (UBT) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરતી વખતે સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત જ્યારે ડિસક્વૉલિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે વિધાનસભામાં વિધાનસભ્યોની તાકાત કેટલી છે એ વાત નિર્ણયાત્મક બની શકે કે નહીં એ સ્પષ્ટ કરવાનું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK