જૅકી શ્રોફે ફરજ પર હાજર પોલીસ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સની ટીમ સાથે ફોટો પડાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો
પોલીસ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સની ટીમ સાથે જૅકી શ્રોફ
વાકોલાના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે રવિવારે એક ક્રિકેટ મૅચની ઇવેન્ટમાં પહોંચેલા બૉલીવુડના ઍક્ટર જૅકી શ્રોફે ફરજ પર હાજર પોલીસ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સની ટીમ સાથે ફોટો પડાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા પહેલના ભાગરૂપે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI) દ્વારા આયોજિત મૅચમાં બૉલીવુડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો.
