Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી શ્રોફના પરિવારમાં દીકરી ક્રિષ્ના જ છે એકમાત્ર ગ્રૅજ્યુએટ

જૅકી શ્રોફના પરિવારમાં દીકરી ક્રિષ્ના જ છે એકમાત્ર ગ્રૅજ્યુએટ

Published : 06 July, 2026 11:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી શ્રોફને હિન્દી સિનેમામાં ચાર દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. તેણે ૧૯૮૩માં ફિલ્મ ‘હીરો’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું

ક્રિષ્ના શ્રોફ

ક્રિષ્ના શ્રોફ


જૅકી શ્રોફને હિન્દી સિનેમામાં ચાર દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. તેણે ૧૯૮૩માં ફિલ્મ ‘હીરો’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જૅકીનો દીકરો ટાઇગર શ્રોફ પણ પપ્પાને પગલે હીરો બન્યો છે. જોકે તેની પુત્રી ક્રિષ્ના શ્રોફ હજુ સુધી અભિનયથી દૂર છે. હાલમાં ક્રિષ્ના પોતાના પરિવાર વિશે કરેલા એક ખુલાસાને લઈને ચર્ચામાં આવી છે. ક્રિષ્નાએ હાલમાં જણાવ્યું હતું કે તે શ્રોફ પરિવારની સૌથી વધુ ભણેલી સભ્ય છે. ક્રિષ્નાએ કહ્યું કે તેના પરિવારના અન્ય કોઈ સભ્યે ગ્રૅજ્યુએશન પણ પૂર્ણ કર્યું નથી. ક્રિષ્નાએ ફિલ્મ-પ્રોડક્શનમાં ગ્રૅજ્યુએશન કર્યું છે અને તે પોતાના પરિવારની એકમાત્ર ગ્રૅજ્યુએટ સભ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK