Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નથી થયું જયા બચ્ચનનાં માતાનું નિધન, સ્વસ્થ છે ઇન્દિરા ભાદુરી

નથી થયું જયા બચ્ચનનાં માતાનું નિધન, સ્વસ્થ છે ઇન્દિરા ભાદુરી

Published : 23 October, 2024 06:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indira Bhaduri Death Fake News: બુધવારે અમિતાભ બચ્ચનનાં સાસુ ઇન્દિરા ભાદુરીનું દુઃખદ નિધન થઈ ગયું, જેના પછી આખો બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો છે. આવા ખોટા સમાચાર અનેક મીડિયા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.

ઇન્દિરા ભાદુરી, જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન

ઇન્દિરા ભાદુરી, જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન


Indira Bhaduri Death Fake News: બુધવારે અમિતાભ બચ્ચનનાં સાસુ ઇન્દિરા ભાદુરીનું દુઃખદ નિધન થઈ ગયું, જેના પછી આખો બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો છે. આવા ખોટા સમાચાર અનેક મીડિયા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, જ્યારે આને ફેક્ટ ચેકમાં ફેક ન્યૂઝ જાહેર કરવામાં આવી છે.


બુધવારે અનેક મીડિયા રિપૉર્ટ્સમાં સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે કે અમિતાભ બચ્ચનના સાસુ, જયા બચ્ચનના માતા ઇન્દિરા ભાદુરીનું નિધન થઈ ગયું છે, જેના પછી આખો પરિવાર ભોપાલ પહોંચ્યો છે. આ સમાચાર ખોટા છે તેવી માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી છે.



આ વખતે જયા બચ્ચન અને તેમના પરિવારે કોઈપણ પરિવારજનને ગુમાવ્યો નથી. ચાહકોને સપૉર્ટિવ રહેવા અને વિશ્વસનીય અપડેટ્સની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. મુશ્કેલ સમયમાં પરિવાર લાગણીશીલ હોય છે અને ખોટા અહેવાલોને આધારે કોઈએ પણ તેમના સંઘર્ષમાં ઉમેરો ન કરવો જોઈએ. આ મુશ્કેલ સમયમાં પરિવારની પ્રાઈવસીનું સન્માન કરીને ભવિષ્યમાં કોઈપણ અપડેટ માટે વિશ્વસનીય સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.


જયા બચ્ચનનાં માતા ઇન્દિરા ભાદુરી હજી જીવે છે અને સ્વસ્થ છે. અનેક મીડિયા હાઉસે તેમના નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હોવાથી તેમના તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ઇન્દિરા ભાદુરી 94 વર્ષના છે. તેમની તબિયત ઊંમરને કારણે થોડી નરમ-ગરમ રહે છે. વર્ષ 2023માં ઈન્દિરા ભાદુરીએ મુંબઈમાં પેસમેકર સર્જરી પણ કરાવી હતી. આનાથી તેમની સ્થિતિ થોડા સમય માટે સ્થિર થઈ, પરંતુ તેમને સમયાંતરે સમસ્યાઓ થતી રહી. તેમને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા છતાં, થોડા મહિનાઓ પછી તેમની તબિયત સતત બગડતી જોવા મળી છે.

પતિના મૃત્યુ બાદ ઈન્દિરા ભાદુરી ભોપાલમાં રહે છે એકલાં
ઈન્દિરા ભાદુરી ભોપાલના શ્યામલા હિલ્સ સ્થિત અંસલ એપાર્ટમેન્ટમાં એકલાં રહેતાં હતાં. 1996માં પતિ તરુણ ભાદુરીના અવસાન બાદ તેઓ ત્યાં એકલાં રહેતાં હતાં. તેમના સ્વર્ગસ્થ પતિ, પત્રકાર અને લેખક, પણ ઘણા અખબારો માટે કામ કરતા હતા.


જયા બચ્ચનના છે મૂળ મધ્યપ્રદેશના
અભિષેક બચ્ચન સૌથી પહેલા તેની નાનીના ઘરે પહોંચ્યો હતો. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન પરિવારના અન્ય સભ્યો સાથે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભોપાલ પહોંચ્યા છે. અભિષેક અને શ્વેતા બચ્ચન બંને તેમની નાનીની ખૂબ નજીક હતા. જયા બચ્ચનના માતા-પિતા મધ્ય પ્રદેશના રહેવાસી હતા, જ્યાં જયાનો જન્મ પણ થયો હતો. તેને રીટા અને નીતા નામની બે બહેનો છે. રીટાએ અભિનેતા રાજીવ વર્મા સાથે લગ્ન કર્યા છે. જયા બચ્ચનના કરિયરની વાત કરીએ તો તેણે ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની ફિલ્મ મહાનગરથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2024 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK