આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની મોટા પડદે આવેલી પહેલી ફિલ્મ ‘લવયાપા’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ ગઈ હતી. હવે તેની બીજી ફિલ્મ ‘એક દિન’ ૧ મેએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે.
પહેલી મેએ રિલીઝ થશે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની સાઈ પલ્લવી સાથેની એક દિન
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની મોટા પડદે આવેલી પહેલી ફિલ્મ ‘લવયાપા’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ ગઈ હતી. હવે તેની બીજી ફિલ્મ ‘એક દિન’ ૧ મેએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ એક રોમૅન્ટિક ફિલ્મ છે એમાં જુનૈદની સામે સાઉથની લોકપ્રિય ઍક્ટ્રેસ સાઈ પલ્લવી લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે.
હાલમાં ‘એક દિન’નું પહેલું પોસ્ટર લૉન્ચ થયું છે જેમાં જુનૈદ અને સાઈ પલ્લવી બરફવર્ષા વચ્ચે ચાલતાં-ચાલતાં આઇસક્રીમ ખાતાં જોવા મળે છે. પોસ્ટર જોઈને જ આ ફિલ્મ એક રોમૅન્ટિક ફિલ્મ છે એવો ખ્યાલ આવે છે.


