Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૮૦મા નૉર્થ બૉમ્બે સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવમાં છવાઈ મુખરજી કન્યાઓ

૮૦મા નૉર્થ બૉમ્બે સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવમાં છવાઈ મુખરજી કન્યાઓ

Published : 17 October, 2026 08:28 AM | Modified : 17 October, 2026 02:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાજોલે સોશ્યલ મીડિયામાં દુર્ગાપૂજાના પંડાલની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો સાથે તેણે લખ્યું હતું કે ‘આજનો દિવસ સંપૂર્ણપણે માતાનાં વિવિધ સ્વરૂપોને સમર્પિત રહ્યો. એક માતા તરીકે, એક દીકરી તરીકે, એક રક્ષક તરીકે અને એક દેવી તરીકે.’

દુર્ગાપૂજા મહોત્સવમાં છવાઈ મુખરજી કન્યાઓ

દુર્ગાપૂજા મહોત્સવમાં છવાઈ મુખરજી કન્યાઓ


કાજોલે ગુરુવારે જુહુ ખાતે ૮૦મા નૉર્થ બૉમ્બે સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવમાં મા દુર્ગાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે હાજરી આપીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કાજોલ આ પ્રસંગે રંગબેરંગી સિલ્ક સાડીમાં જોવા મળી હતી. આ વર્ષે મહોત્સવના ૮૦મા વર્ષની ઉજવણી નિમિત્તે પંડાલ અને પ્રતિમાની થીમ કેરલમના ગુરુવાયુર મંદિરથી પ્રેરિત રાખવામાં આવી છે. મુંબઈના સૌથી જાણીતા અને જૂના દુર્ગાપૂજા પંડાલોમાં આ પંડાલનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કાજોલ પરિવારના સભ્યો અને ફિલ્મજગતની જાણીતી હસ્તીઓ સાથે જોવા મળી હતી. તેની સાથે મમ્મી તનુજા, બહેન તનીષા મુખરજી, પિતરાઈ ભાઈ અને ડિરેક્ટર અયાન મુખરજી, રૂપાલી ગાંગુલી સહિત પરિવારજનો અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યાં હતાં. કાજોલે સોશ્યલ મીડિયામાં દુર્ગાપૂજાના પંડાલની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો સાથે તેણે લખ્યું હતું કે ‘આજનો દિવસ સંપૂર્ણપણે માતાનાં વિવિધ સ્વરૂપોને સમર્પિત રહ્યો. એક માતા તરીકે, એક દીકરી તરીકે, એક રક્ષક તરીકે અને એક દેવી તરીકે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK