Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હરિયાણામાં ટૅક્સ-ફ્રી થઈ ભારત ભાગ્ય વિધાતા

હરિયાણામાં ટૅક્સ-ફ્રી થઈ ભારત ભાગ્ય વિધાતા

Published : 16 June, 2026 09:59 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

‘ભારત ભાગ્ય વિધાતા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરતી કંગના રનૌત

‘ભારત ભાગ્ય વિધાતા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરતી કંગના રનૌત


કંગના રનૌતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ને હવે હરિયાણામાં પણ ટૅક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ફિલ્મને દિલ્હીમાં ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની હાજર રહ્યા હતા. ફિલ્મ નિહાળ્યા બાદ તેમણે ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી હતી. ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન નાયબ સિંહ સૈની સાથે તેમનાં પત્ની સુમન સૈની, કેટલાક પ્રધાનો તેમ જ કંગના રનૌત પણ હાજર હતાં.



૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મની પ્રશંસા કરીને નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે આ ફિલ્મ સાહસ, કરુણા, ફરજ અને માનવતાની શક્તિશાળી કથા છે અને દરેક ભારતીયના હૃદયને સ્પર્શી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 09:59 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK