ક્રિતી સૅનનના ડ્રેસની ટીકા કરનાર કંગના રનૌત પણ રક્ષાબંધનની ઍડમાં જોવા મળી હતી સ્ટ્રૅપલેસ ડ્રેસમાં
કંગના રનૌત
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌતે હાલમાં એક જાહેરાતમાં ઍક્ટ્રેસ ક્રિતી સૅનનના પહેરવેશની ટીકા કરી હતી. હવે કેટલાક લોકોએ કંગનાની એક જૂની રક્ષાબંધનની જાહેરાત શોધી કાઢી છે જેમાં તેણે સ્ટ્રૅપલેસ ડ્રેસ પહેર્યો હતો. કંગનાએ આ ઍડ ૨૦૧૭માં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. હવે લોકોએ આ જાહેરાતને લઈને સોશ્યલ મીડિયા પર કંગનાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. હાલમાં કંગના જે મામલે ક્રિતીની ટીકા કરી રહી છે એવું જ વર્તન તેણે ભૂતકાળમાં કર્યું હતું અને આ કારણે લોકો તેના વર્તનને ‘સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી’ જેવું ગણાવી રહ્યા છે.
