કપિલ શર્મા પોતાની કૉમેડી અને ફિલ્મો ઉપરાંત પોતાના બિઝનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. કપિલે ૨૦૨૫માં કૅનેડામાં પોતાની રેસ્ટોરાં ‘કૅપ્સ કૅફે’ શરૂ કરી હતી. જોકે આ રેસ્ટોરાં પર ૨૦૨૫ના જુલાઈ, ઑગસ્ટ અને ઑક્ટોબરમાં ત્રણ વખત ફાયરિંગ થયું હું.
કૅનેડા પછી કપિલ શર્માએ દુબઈમાં ખોલી કૅપ્સ કૅફે
કપિલ શર્મા પોતાની કૉમેડી અને ફિલ્મો ઉપરાંત પોતાના બિઝનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. કપિલે ૨૦૨૫માં કૅનેડામાં પોતાની રેસ્ટોરાં ‘કૅપ્સ કૅફે’ શરૂ કરી હતી. જોકે આ રેસ્ટોરાં પર ૨૦૨૫ના જુલાઈ, ઑગસ્ટ અને ઑક્ટોબરમાં ત્રણ વખત ફાયરિંગ થયું હું. સદ્નસીબે આ ઘટનાઓમાં કોઈને ઈજા નહોતી થઈ. હવે કપિલ શર્માએ પોતાની રેસ્ટોરાં ચેઇન ‘કૅપ્સ કૅફે’ની નવી બ્રાન્ચ દુબઈમાં શરૂ કરી છે. આ બ્રાન્ચ ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બરે શરૂ થઈ હતી અને નવા વર્ષની શરૂઆતથી સંપૂર્ણ રીતે ગ્રાહકો માટે ખૂલી ગઈ છે. કપિલે પોતે સોશ્યલ મીડિયા પર ‘કૅપ્સ કૅફે’નો વિડિયો શૅર કરીને સૌને આવવાનું આમંત્રણ આપ્યું છે.
‘કૅપ્સ કૅફે’ના મેનુમાં ભારતીય અને વેસ્ટર્ન વાનગીઓનું સુંદર મિશ્રણ જોવા મળે છે જેમાં વડાપાંઉ, પાસ્તા, કૉફી-ચા અને કપિલનું ફેવરિટ ગોળવાળું લીંબુપાણી પણ ઉપલબ્ધ છે.


