કૉમેડિયને કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં સાત જુલાઈએ આ કૅફે ખોલી હતી
કૉમેડિયન કપિલ શર્માની કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં કૅપ્સ કૅફે
કૉમેડિયન કપિલ શર્માએ કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં કૅપ્સ કૅફે ખોલી છે જેનું સાત જુલાઈએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કૅફે પર નવ જુલાઈએ મોડી રાતે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો જેના પગલે એ બંધ થઈ ગઈ હતી. જોકે હવે આ કૅફે ફરીથી શરૂ કરવામાં આવી છે. કૅપ્સ કૅફેના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પેજ પરથી આ વિશેની જાહેરાત કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરજિત સિંહ લડ્ડીએ કપિલની કૅફે પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. તે બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ (BKI) સાથે સંકળાયેલો છે. હરજિત ભારતમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની યાદીમાં મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે.

