ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’
કપિલ શર્મા અભિનીત ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’ બારમી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી પણ આ સમયગાળા દરમ્યાન બે મોટી ફિલ્મો ‘ધુરંધર’ અને ‘અવતાર’ પણ રિલીઝ થઈ હતી. આ પરિસ્થિતિમાં ‘કિસ કિસકો પ્યાર કરું 2’ને અત્યંત મર્યાદિત સ્ક્રીનમાં રિલીઝ કરવાની ફરજ પડી હતી. સ્ક્રીનની મર્યાદાની સીધી અસર ફિલ્મના બૉક્સ-ઑફિસ પર્ફોર્મન્સ પર પડી હતી અને ફૅન્સને પણ તેમના સમયે ફિલ્મ જોવાની તક નહોતી મળી. આ કારણે હવે ફૅન્સના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફિલ્મના પ્રોડ્યુસર રતન જૈને ‘કિસ કિસકો પ્યાર કરું 2’ આવતા વર્ષે જાન્યુઆરીમાં ફરી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે અને ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


