કપિલ શર્માની ગણતરી ટીવીની દુનિયાની ટોચની સેલિબ્રિટી તરીકે થાય છે. ૨૦૧૩માં તેના શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’એ ભારતીય ટેલિવિઝનનો ચહેરો જ બદલી નાખ્યો હતો અને હાલમાં તે ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’માં પણ જોવા મળ્યો હતો.
૩૬ વર્ષની ઉંમરે કપિલ બન્યો હતો ભયંકર ડિપ્રેશનનો ભોગ
કપિલ શર્માની ગણતરી ટીવીની દુનિયાની ટોચની સેલિબ્રિટી તરીકે થાય છે. ૨૦૧૩માં તેના શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’એ ભારતીય ટેલિવિઝનનો ચહેરો જ બદલી નાખ્યો હતો અને હાલમાં તે ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’માં પણ જોવા મળ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કપિલે પોતાના જીવનના સંઘર્ષ વિશે વિગતવાર વાત કરી છે.
કપિલે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘જીવનના દરેક તબક્કાની પોતાની સમસ્યા છે. મારા પિતાના અવસાન પછી મારું જીવન પાટા પરથી ઊતરી ગયું હતું. હું ૩૬ વર્ષની ઉંમરે ભારે ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને પડી ભાંગ્યો હતો. લોકો કહેવા લાગ્યા હતા કે હું ખતમ થઈ ગયો છું. જોકે એ તબક્કો પણ પસાર થઈ ગયો. મને અહેસાસ થયો કે ભૂતકાળ ક્યારેય બદલાતો નથી અને જે લોકો ચાલ્યા ગયા તેઓ પાછા નથી આવતા. ‘લાફ્ટર ચૅલેન્જ’ જીત્યા પછી મળેલો ૧૦ લાખનો રૂપિયાનો ચેક જોઈને હું રડી પડ્યો હતો, કારણ કે મારા પિતા મારી સાથે નહોતા. હું આજે પણ દરરોજ પિતાને યાદ કરું છું, પરંતુ કેટલીક ક્ષણો ખરેખર મુશ્કેલ બની જાય છે.’


