Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ બિઝનેસમાં વફાદારી નથી

આ બિઝનેસમાં વફાદારી નથી

Published : 23 March, 2026 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહરે કહ્યું કે આ પેઢી ખૂબ જ ઝડપથી સ્ટારડમ મેળવવા માગે છે એટલે દર બે વર્ષે એજન્સી બદલે છે

કરણ જોહરની ફાઇલ તસવીર

કરણ જોહરની ફાઇલ તસવીર


જાહ‌્નવી કપૂર તાજેતરમાં કરણ જોહરની ટૅલન્ટ મૅનેજમેન્ટ એજન્સી ધર્મા કૉર્નરસ્ટોન આર્ટિસ્ટ એજન્સી (DCAA) છોડીને કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્ક સાથે જોડાઈ છે. ચર્ચા છે કે જાહ‌્નવીના આ નિર્ણયને કારણે તેના અને કરણ જોહરના સંબંધોમાં પણ સમસ્યા સર્જાઈ છે. જોકે હવે કરણે એક ઇન્ટરવ્યુમાં સ્ટાર્સની બદલાતી માનસિકતા વિશે વાત કરી છે.

કરણે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘આ પેઢી ખૂબ જ ઝડપથી સ્ટારડમ મેળવવા માગે છે અને હું તેમને દોષ આપતો નથી, કારણ કે તેઓ રોજ જજમેન્ટનો સામનો કરે છે. અગાઉના સમયમાં કલાકારોને આટલી કડક જજમેન્ટનો સામનો કરવો પડતો નહોતો, જ્યારે આજની પેઢી માટે આ દબાણ થકાવનારું બની શકે છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તેઓ જે નિર્ણયો લે છે એમાં હું તેમને દોષ આપતો નથી, ભલે હું તેનું સમર્થન પણ ન કરું. દર બે વર્ષે લોકો એક એજન્સીમાંથી બીજી એજન્સીમાં જવા લાગે છે, કારણ કે તેઓ અસુરક્ષિત અનુભવે છે. આ બિઝનેસમાં કોઈ વફાદાર નથી; કલાકારો સતત બદલાવ કરતા રહે છે. તમે બે વર્ષ સુધી કોઈ ટૅલન્ટ પર કામ કરો અને પછી એ અચાનક અન્ય જગ્યાએ ચાલી જાય, પછી ત્યાં ન ગમે તો પાછા આવે. આ પ્રક્રિયામાં આવું જ ચાલે છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK