કાર્તિક આર્યન ડૉગ-લવર છે. તેના ઘરમાં કટોરી નામની ફીમેલ-ડૉગ તો પહેલાંથી જ છે, પણ હવે આ દિવાળીએ કાર્તિકના ઘરમાં કટોરીની નાની બહેન ચટોરીનું આગમન થયું છે.
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન ડૉગ-લવર છે. તેના ઘરમાં કટોરી નામની ફીમેલ-ડૉગ તો પહેલાંથી જ છે, પણ હવે આ દિવાળીએ કાર્તિકના ઘરમાં કટોરીની નાની બહેન ચટોરીનું આગમન થયું છે. કાર્તિકે સોશ્યલ મીડિયા પર બન્ને ડૉગી સાથેનો વિડિયો મૂકીને ચટોરીનો પરિચય કરાવ્યો છે અને એને પોતાના ઘરની નવી સભ્ય તેમ જ દિવાળીની શ્રેષ્ઠ ગિફ્ટ ગણાવી છે તેમ જ ફૅન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

