Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અશ્લીલ ગીત સરકે ચુનર તેરીના મુદ્દે NCWએ નોરા અને સંજય દત્તને મોકલ્યાં છે સમન્સ

અશ્લીલ ગીત સરકે ચુનર તેરીના મુદ્દે NCWએ નોરા અને સંજય દત્તને મોકલ્યાં છે સમન્સ

Published : 20 March, 2026 03:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમિશનના નિવેદન મુજબ ગીતનું કન્ટેન્ટ પ્રથમ નજરે અશ્લીલ, આપત્તિજનક અને સેક્સ્યુઅલી સૂચક લાગે છે. આ સાથે જ આ ગીત ભારતીય ન્યાય સંહિતા, IT ઍક્ટ અને POCSO ઍક્ટના નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું પણ જણાયું છે.

અશ્લીલ ગીત સરકે ચુનર તેરીના મુદ્દે NCWએ નોરા અને સંજય દત્તને મોકલ્યાં છે સમન્સ

અશ્લીલ ગીત સરકે ચુનર તેરીના મુદ્દે NCWએ નોરા અને સંજય દત્તને મોકલ્યાં છે સમન્સ


કન્નડા ફિલ્મ ‘KD : ધ ડેવિલ’નું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ એના અશ્લીલ શબ્દો અને ડાન્સ-સ્ટેપને કારણે એ વિવાદમાં અટવાયું છે. આ ગીતમાં નોરા ફતેહી અને સંજય દત્ત છે. હવે આ મુદ્દે નૅશનલ કમિશન ફૉર વિમેને મોટું પગલું લીધું છે એને કારણે બન્ને કલાકારોની મુશ્કેલી વધી શકે છે. આ ગીતનો વિવાદ વધતાં કમિશને નોરા ફતેહી, સંજય દત્ત અને કેટલાક અન્ય લોકોને સમન્સ મોકલ્યાં છે. કમિશનના નિવેદન મુજબ ગીતનું કન્ટેન્ટ પ્રથમ નજરે અશ્લીલ, આપત્તિજનક અને સેક્સ્યુઅલી સૂચક લાગે છે. આ સાથે જ આ ગીત ભારતીય ન્યાય સંહિતા, IT ઍક્ટ અને POCSO ઍક્ટના નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું પણ જણાયું છે.

સરકે ચુનર તેરી સરકે ગીતમાં ડાન્સ કરવા બદલ નોરા ફતેહી વિરુદ્ધ જાહેર થયો ફતવો



આવનારી કન્નડા ફિલ્મ ‘KD : ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર બની ગયો છે. આ મામલે હવે એક ધાર્મિક સંસ્થા પણ જોડાઈ છે જેને કારણે અભિનેત્રી નોરા ફતેહીની મુશ્કેલી વધી રહી છે. હાલમાં અલીગઢમાં મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તાએ આ ગીતમાં દેખાવા બદલ નોરા ફતેહી વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો છે. 
રિપોર્ટ મુજબ સંસ્થાએ ફતવો જાહેર કરીને જણાવ્યું હતું કે ‘સરકે ચુનર’ જેવાં અશ્લીલ ગીત ઇસ્લામિક શિક્ષણ મુજબ ‘હરામ’ ગણાય છે. સંસ્થાએ જણાવ્યું હતું કે વ્યક્તિનો ધર્મ કે પૃષ્ઠભૂમિ કંઈ પણ હોય, પરંતુ આવા કન્ટેન્ટમાં ભાગ લેવાનું કૃત્ય નૈતિકતા અને ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તે વ્યક્તિને દર્દનાક દંડ મળશે. 
અધિકારીઓએ આ મામલે પહેલેથી જ કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ ગીત પહેલેથી જ વિવાદમાં હતું અને હવે ધાર્મિક સંસ્થાના હસ્તક્ષેપ બાદ મુદ્દો વધુ ગરમાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK