Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નનો ઇનકાર કર્યો એટલે યુવકે AIથી અશ્લીલ ફોટો બનાવીને યુવતીના પપ્પાને મોકલી દીધા

લગ્નનો ઇનકાર કર્યો એટલે યુવકે AIથી અશ્લીલ ફોટો બનાવીને યુવતીના પપ્પાને મોકલી દીધા

Published : 20 March, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વતીના ફોટો AI મારફત એડિટ કરીને તેના પપ્પાને મોકલીને ધમકાવ્યા હતા. અંતે યુવતીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘાટકોપર-વેસ્ટમાં રહેતી ૩૪ વર્ષની મારવાડી યુવતીના ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા અશ્લીલ રીતે એડિટ કરીને તેના પપ્પાને મોકલવાના આરોપસર પાર્કસાઇટ પોલીસે સની ટપાલિયા નામના યુવક સામે મંગળવારે IT ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ સની યુવતીનો સામાન્ય મિત્ર હતો અને તેણે વારંવાર યુવતી પર લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ યુવતીએ એનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એને કારણે ગુસ્સે ભરાયેલા સનીએ યુવતીના ફોટો AI મારફત એડિટ કરીને તેના પપ્પાને મોકલ્યા હતા. સાથે આ ફોટો અન્ય સગાંસંબંધીઓને પણ વાઇરલ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલાં યુવતીની ઓળખાણ સની સાથે થઈ હતી. બન્ને મારવાડી હોવાને કારણે સનીએ યુવતીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને શરૂઆતમાં યુવતીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સનીને તેના પરિવારજનોને પોતાના ઘરે લાવીને લગ્ન માટે વાત કરવાનું સૂચન કર્યું હતું. જોકે સનીએ એવું ન કરતાં સતત યુવતીને મળવા અને ભાગીને લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યાર બાદ યુવતીએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. રવિવારે સની દારૂ પીને યુવતીના બિલ્ડિંગ નીચે આવ્યો હતો અને સોસાયટીમાં જોરજોરથી બૂમાબૂમ કરીને ગાળો અને એલફેલ બોલ્યો હતો એટલું જ નહીં, તેની માગણી ન માનતાં યુવતીને બરબાદ કરી દેવાની ધમકી પણ આપી હતી. એ પછી પણ સની અટક્યો નહોતો, એ દિવસે ઘરે જઈને યુવતીના ફોટો AI મારફત એડિટ કરીને તેના પપ્પાને મોકલીને ધમકાવ્યા હતા. અંતે યુવતીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK