આ જોઈને ચાહકો સોશ્યલ મીડિયા પર ડિમાન્ડ કરી રહ્યા છે કે આ ફિલ્મનું નિર્દેશન પણ આદિત્ય ધરને જ સોંપવામાં આવે, કારણ કે તે આવી મોટી સ્ટારકાસ્ટને હૅન્ડલ કરવામાં એક્સપર્ટ છે.
ખલનાયક રિટર્ન્સની ટીઝર-લૉન્ચ ઇવેન્ટમાં સંજય દત્ત પત્ની વિશે વાત કરતી વખતે ઇમોશનલ થઈ ગયો
‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં ACP અસલમનો દમદાર રોલ કર્યા બાદ સંજય દત્તે તેની ‘ખલનાયક’ની સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની જાહેરાત કરીને ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે અને સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર શૅર કર્યું છે. આ ફિલ્મ દ્વારા તે ૩૩ વર્ષ પછી ફરીથી ‘બલ્લુ’નું ખતરનાક અને ક્રૂર પાત્ર ભજવતો જોવા મળશે. કિરદારમાં જોવા મળશે. જોકે આ વખતે બલ્લુ પહેલાં કરતાં પણ વધુ ખતરનાક, ક્રૂર અને બદલાની આગમાં સળગતો જોવા મળી રહ્યો છે. ‘ખલનાયક રિટર્ન્સ’ જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે જિયો સ્ટુડિયોઝે જ આદિત્ય ધરની ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝી પણ પ્રોડ્યુસ કરી છે. આ જોઈને ચાહકો સોશ્યલ મીડિયા પર ડિમાન્ડ કરી રહ્યા છે કે આ ફિલ્મનું નિર્દેશન પણ આદિત્ય ધરને જ સોંપવામાં આવે, કારણ કે તે આવી મોટી સ્ટારકાસ્ટને હૅન્ડલ કરવામાં એક્સપર્ટ છે.
જેલમાં આવ્યો હતો ફિલ્મનો વિચાર
ADVERTISEMENT
સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મનો વિચાર તેને જેલવાસ દરમિયાન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ‘મેં જેલમાં ૪૦૦૦ કેદીઓને પૂછ્યું હતું કે શું તમે ‘ખલનાયક’ની સીક્વલ જોવા માગશો? બધાએ હા પાડી હતી. મેં તેમને એક-એક પાનું લખવા કહ્યું અને એ ૪૦૦૦ પાનાં વાંચ્યા પછી મેં સુભાષ ઘઈ સાથે વાત કરી હતી.’
માન્યતા મારી જિંદગીમાં હંમેશાં તાકાત બની છે: ખલનાયક રિટર્ન્સની ટીઝર-લૉન્ચ ઇવેન્ટમાં સંજય દત્ત પત્ની વિશે વાત કરતી વખતે ઇમોશનલ થઈ ગયો
૧૯૯૩માં આવેલી ‘ખલનાયક’ની સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની જાહેરાત હાલમાં ૩૩ વર્ષ પછી કરવામાં આવી છે. આ સીક્વલના ટીઝર લૉન્ચ દરમ્યાન સંજય દત્ત પત્ની માન્યતા વિશે વાત કરતી વખતે ખૂબ જ ઇમોશનલ બની ગયો હતો. તેણે ખુલ્લેઆમ કહ્યું કે તેની પત્ની જ તેની સૌથી મોટી શક્તિ છે. સંજયે વાતવાતમાં કહ્યું હતું કે ‘હું મારી પત્નીનો આભાર માનવા ઇચ્છું છું. માન્યતા દત્ત હંમેશાં મારી જિંદગીમાં તાકાત બનીને રહી છે. જ્યારે પણ હું પડું છું ત્યારે મને ઊભો કરવા માટે એક હાથ હંમેશાં હાજર હોય છે.’ ઇવેન્ટમાં સંજય દત્તની વાત સાંભળીને માન્યતા પણ ઇમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં. પોતાની લાગણી વ્યક્ત કરતાં માન્યતાએ કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે સંજય ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. તેના વિશે વાત કરતાં જ મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.’ ૧૯૯૩માં આવેલી ‘ખલનાયક’ એ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. સુભાષ ઘઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં સંજય દત્ત સાથે માધુરી દીક્ષિત અને જૅકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે આ સીક્વલના સ્ટાર્સ વિશે ખુલાસો નથી થયો.
