ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા ઘર અને તમારી સાથે રહેતા લોકો પર ધ્યાન આપો. મિત્રતામાં થોડા પડકારો આવી શકે છે અને તમારે તે વ્યક્તિને શું કહેવું એ વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જે લોકો કારકિર્દીમાં ફેરફાર કરવા માગે છે તેમણે તેઓ શું શોધી રહ્યા છે એ વિશે ખૂબ ખાતરી રાખવી જોઈએ. સિનિયર લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
ફ્રેન્ડ તરીકે ટૉરસ
વફાદાર અને વિશ્વસનીય, ટૉરસ રાશિના જાતકો દીવાલ અથવા પથ્થર જેવા હોય છે જેમની પાસેથી તેમના મિત્રો શીખી શકે છે અને આધાર રાખી શકે છે. તેઓ કૅઝ્યુઅલ મિત્રતા કરતાં અર્થપૂર્ણ સંબંધો રાખવાનું પસંદ કરે છે. આ રાશિના લોકોમાં સામાન્ય રીતે ખૂબ ઓછા સાચા મિત્રો હોય છે જેમને તેઓ વર્ષોથી ઓળખતા હોય છે. તેઓ મિત્રતાને ગંભીરતાથી લે છે અને લાંબા ગાળાની મિત્રતા બનાવવા માટે સમય અને શક્તિ ખર્ચ કરે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય તો ખૂબ કાળજીપૂર્વક પસંદગી કરો. જો તમારું બજેટ ઓછું હોય તો નાણાકીય બાબતોમાં વ્યવહારુ અભિગમ અપનાવવાની જરૂર પડશે.
હેલ્થ ટિપ : ઑનલાઇન વાંચેલી કોઈ વાતને કારણે જાતે દવા લેશો નહીં. તમે તમારી કોઈ પણ દવા બદલશો નહીં. હૃદયરોગના દરદીઓએ પોતાની જાતની થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમારે કોઈ વ્યક્તિના બિનજરૂરી નાટકનો સામનો ન કરવો હોય તો તમારી લાગણીઓને કાબૂમાં રાખો. કામની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના કામ પર ટાઇમલાઇનનું પાલન કરો.
હેલ્થ ટિપ : એવો ખોરાક ખાવાનું ટાળો જે તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી. જો તમને આંખોમાં તાણ અને માથાનો દુખાવો થતો હોય તો આંખની તપાસ કરાવો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
નજીકના મિત્રો સાથે સમય વિતાવો અને તેમની સંગતનો આનંદ સરળ રીતે માણો. કામ પર તકોનો મહત્તમ ઉપયોગ કરો.
હેલ્થ ટિપ : કિડની સંબંધિત આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોએ કોઈ પણ નવી દવા અજમાવતા પહેલાં રિસર્ચ કરવાની જરૂર છે. ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ મળે છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
બોલતા પહેલાં વિચારો અને જે મુદ્દાનું હવે કોઈ મહત્ત્વ નથી એના પર ભૂતકાળમાં અટવાઈ ન રહો. તમારી પાસે રહેલા ફ્રી ટાઇમનો સારી રીતે ઉપયોગ કરો.
હેલ્થ ટિપ : જો તમે તમારી જાતની સંભાળ નહીં રાખો તો કોઈ પણ જૂની બીમારી ધીમે-ધીમે વકરી શકે છે. જે લોકોને બાળક કરવાની ઇચ્છા છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જ્યારે તમારી પોતાની વાત હોય ત્યારે નજીકના મિત્ર સામે પણ ઊભા રહેવાની જરૂર પડશે. શક્ય હોય ત્યાં સુધી કોઈની પાસેથી ઉધાર લેવાનું ટાળો.
હેલ્થ ટિપ : તમારા આરોગ્યને સુધારવા માટે નાના ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરો. હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ વિષમ પરિસ્થિતિમાં પોતાના અહંકારને પોષવાને બદલે તાત્કાલિક પગલાં લઈને પરિસ્થિતિને સંભાળો. ભૂતકાળમાંથી શીખો, પરંતુ ભૂતકાળને વાગોળવાનું છોડી દો.
હેલ્થ ટિપ : કસરત કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમારા સ્નાયુઓ ખેંચાવાની સંભાવના રહેશે. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જે તમારા નિયંત્રણમાં નથી એવી કોઈ પણ પરિસ્થિતિમાં પરિણામની ચિંતા કર્યા વિના તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો. પરિવાર કે મિત્રો સાથે કોઈ પણ બિનજરૂરી દલીલમાં પડવાનું ટાળો.
હેલ્થ ટિપ : તમારાં કોઈ પણ આરોગ્ય લક્ષ્યો વિશે વાસ્તવિક બનો અને નાના ફેરફારો ધીમે-ધીમે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ટાળો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમારે કોઈ પડકારજનક પરિસ્થિતિ કે વ્યક્તિનો સામનો કરવાનો હોય તો તમારા અહંકારને બદલે તમારા દિલની વાત
સાંભળો. તમે જેના પર વિશ્વાસ કરો છો તેની સલાહ પર ધ્યાન આપો.
હેલ્થ ટિપ : જો તમે તમારી જાતનું ધ્યાન નહીં રાખો તો કોઈ પણ નાની આરોગ્ય-સમસ્યા વધી શકે છે. કસરત કરતી વખતે તમારી પીઠ અને કરોડરજ્જુનું ધ્યાન રાખો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ વધારાના કામ કે જવાબદારીઓને શક્ય એટલી સારી રીતે સંભાળો. તમે ખર્ચ કરવા સક્ષમ હોવા છતાં પણ બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ
કરવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમને હેલ્થની કોઈ સમસ્યા હોય જેનો ઉકેલ લાવવાની જરૂર હોય તો સિનિયર ડૉક્ટરની સલાહ લો. ખાતરી કરો કે તમને પૂરતી આરામદાયક ઊંઘ મળે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
એક વાર તમને ખાતરી થઈ જાય કે તમને શું પરિણામ જોઈએ છે ત્યારે તમારી પાસે જે વિકલ્પો છે એમાંથી યોગ્ય પસંદગી કરો. કોઈ પણ પડકારોનો સામનો કરવાથી કંટાળી ન જાઓ.
હેલ્થ ટિપ : જે લોકો હૉર્મોનલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે તેમના આરોગ્યને ટેકો આપવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાની જરૂર છે. જરૂર હોય ત્યારે સેકન્ડ ઓપિનિયન લો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમને જરૂર હોય તો મદદ માટે પૂછો અને એવું ન વિચારો કે એ નબળાઈની નિશાની છે. ક્રીએટિવ પ્રોજેક્ટ્સ અને શોખ માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : કોઈ પણ લાંબી બીમારીની કાળજી લેવાની જરૂર છે. નહીં તો એનાથી વધારે સમસ્યા ઊભી થઈ શકે છે. જો તમને ઍલર્જી થવાની સંભાવના હોય તો થોડી વધારાની કાળજી લો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
સક્રિય સોશ્યલ લાઇફ ધરાવતા લોકો કોની સાથે સમય વિતાવવો એ પસંદ કરી શકે છે. જો તમે પ્રૉપર્ટીની બાબતોનો વ્યવહાર કરી રહ્યા છો તો એના વિશે સંશોધન કરો.
હેલ્થ ટિપ : જો તમને ખાંસી થવાની સંભાવના હોય તો તમારા ગળાની થોડી વધુ કાળજી લો. જે લોકો બાળક મેળવવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
