તે વેદાંગ રૈના સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા. ખુશીએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શૅર કરી છે જેમાં તેણે એક ખૂબસૂરત નેકલેસ પહેર્યો છે. આ નેકલેસમાં V અને K લખેલું છે અને આ અક્ષરો વચ્ચે હાર્ટ છે. ખુશીના આ નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ખુશી કપૂરે શૅર કર્યો ઇન્સ્ટાગ્રામ પર ફોટો
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશી કપૂરના ખાતામાં હજી એક પણ હિટ ફિલ્મ નથી આવી, પણ પ્રેમપ્રકરણની એન્ટ્રી થઈ ગઈ છે. ખુશી કપૂર તેની સાથે ‘ધી આર્ચીઝ’માં કામ કરનાર વેદાંગ રૈના સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. ફોટોગ્રાફર્સે બન્નેને ઘણી વખત સાથે ક્લિક કર્યાં છે. જોકે ખુશી કે વેદાંગે ક્યારેય જાહેરમાં પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે મગનું નામ મરી નથી પાડ્યું. જોકે હાલમાં ખુશીએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વેદાંગ સાથેના પોતાના સંબંધ વિશે આડકતરો ઇશારો કરી દીધો છે.
ખુશીએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શૅર કરી છે જેમાં તેણે એક ખૂબસૂરત નેકલેસ પહેર્યો છે. આ નેકલેસમાં V અને K લખેલું છે અને આ અક્ષરો વચ્ચે હાર્ટ છે. ખુશીના આ નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને ફૅન્સમાં આ V વેદાંગના નામનો જ છે એવી ચર્ચા ચાલી રહી છે.

