આ નેકલેસની અંદાજિત કિંમત ૧,૮૫,૧૬૭ રૂપિયા છે અને આટલી મોંઘી કિંમતને કારણે પણ ક્રિતીના આ ફૅશન-પ્રયોગની ચર્ચા થઈ રહી છે.
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં પહોંચે છે ત્યારે પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચી લે છે. ગુરુવારે તે GQ મેન ઑફ ધ યર અવૉર્ડ્સ 2026માં એકદમ અનોખા અને બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. બ્લૅક અને વાઇટ આઉટફિટમાં સજ્જ ક્રિતીનો ૨૪ કૅરેટ ગોલ્ડ પ્લૅટેડ વર્ટિબ્રલ નેકપીસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કરોડરજ્જુની બનાવટથી પ્રેરિત આ નેકલેસ તેના સમગ્ર લુકનું સૌથી આકર્ષક પાસું બની ગયો હતો. આ નેકલેસની અંદાજિત કિંમત ૧,૮૫,૧૬૭ રૂપિયા છે અને આટલી મોંઘી કિંમતને કારણે પણ ક્રિતીના આ ફૅશન-પ્રયોગની ચર્ચા થઈ રહી છે.
