રવિવારે ખ્રિસ્તી અને હિન્દુ બન્ને રીતે લગ્નવિધિ કર્યા પછી ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન અને તેનો પતિ સ્ટેબિન બેન પહેલી વખત ઍરપોર્ટ પર જાહેરમાં જોવા મળ્યાં. આ સમયે તેમની સાથે ક્રિતી પણ હતી.
હિન્દુ લગ્નવિધિ સાથે ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનનનાં વિવાહ સંપન્ન
ક્રિતી સેનનની બહેન નૂપુર સૅનન અને ગાયક સ્ટેબિન બેને રવિવારે ક્રિશ્ચિયન વિધિ પછી હિન્દુ લગ્નવિધિ મુજબ લગ્ન કર્યાં હતાં અને આ સાથે જ તેમનાં વિવાહ સંપન્ન થયાં છે. નૂપુર અને સ્ટૅબિનનાં હિન્દુ લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. આ લગ્નમાં નૂપુરે લાલ રંગનો લેહંગો પહેર્યો હતો, જ્યારે સ્ટેબિને સફેદ શેરવાની ધારણ કરી હતી. સ્ટેબિને પોતાની બારાતમાં દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. તેમનાં આ લગ્નના વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં બન્નેને એકબીજાનો હાથ પકડીને ફરતાં જોઈ શકાય છે.
હાથમાં ચૂડા અને ગળામાં મંગળસૂત્ર સાથે જોવા મળી નવવધૂ નૂપુર સૅનન
ADVERTISEMENT
રવિવારે ખ્રિસ્તી અને હિન્દુ બન્ને રીતે લગ્નવિધિ કર્યા પછી ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન અને તેનો પતિ સ્ટેબિન બેન પહેલી વખત ઍરપોર્ટ પર જાહેરમાં જોવા મળ્યાં. આ સમયે તેમની સાથે ક્રિતી પણ હતી. આ સમયે નૂપુરે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને હાથમાં ચૂડા અને ગળામાં મંગળસૂત્ર સાથે તે પર્ફેક્ટ નવવધૂ લાગી રહી હતી.


