Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મને ખાતરી છે કે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમ ચૂપ રહેશે

મને ખાતરી છે કે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમ ચૂપ રહેશે

Published : 04 March, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅને ટીમ ઇન્ડિયાને આપી પૅટ કમિન્સ જેવી ચેતવણી....

સૅમ કરૅન

સૅમ કરૅન


મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં આવતી કાલે ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી સેમી-ફાઇનલ મૅચ રમાશે. ૩૩,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં બ્લુ જર્સીમાં હાજર ક્રિકેટ-ફૅન્સ ટીમ ઇન્ડિયા માટે બારમા ખેલાડીનું કામ કરે છે. જોકે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅને સેમી-ફાઇનલ મૅચ પહેલાં ભારતીય ફૅન્સને પોતાના પ્રદર્શનથી શાંત રાખવાની ખાતરી આપી છે. ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ-ફૅન્સ માટે પણ આવી જ ચેતવણી આપી હતી.

૨૭ વર્ષના સૅમ કરૅને પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘વાનખેડે સ્ટેડિયમ એક પ્રતિષ્ઠિત સ્ટેડિયમ છે. મને ખાતરી છે કે ગુરુવારે એ શાંત રહેશે. એક ઉચ્ચ સ્કોરિંગ મૅચની અપેક્ષા છે. અમને કોઈ પણ વસ્તુથી ડર નથી અને બન્ને ટીમો ગુરુવારે રાત્રે પડકાર માટે ઉત્સાહિત છે. જો દર્શકો શાંત રહેશે તો ઇંગ્લૅન્ડ સારું પ્રદર્શન કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK