કિઆરા અડવાણીએ પ્રેગ્નન્સીને કારણે ડૉન 3 છોડી દીધી એ પછી અનેક અટકળો બાદ હિરોઇન ફાઇનલ થઈ
ક્રિતી સૅનન
રણવીર સિંહની ‘ડૉન 3’ની હિરોઇનની પસંદગી મોટી સમસ્યા બની ગઈ હતી. આ ફિલ્મમાં ડૉનની ગર્લફ્રેન્ડ રોમા તરીકે પહેલાં કિઆરા અડવાણીની પસંદગી કરવામાં આવી હતી. જોકે કિઆરાની પ્રેગ્નન્સી પછી તેની જગ્યાએ શર્વરી વાઘને કાસ્ટ કરવા આવી છે એવી ચર્ચા હતી અને લેટેસ્ટ સમાચાર પ્રમાણે હવે આ રોલ માટે ક્રિતી સૅનનને ફાઇનલ કરી લેવામાં આવી છે અને તે બહુ જલદી આ ફિલ્મ સાઇન કરશે.
કિઆરાએ ‘ડૉન 3’ છોડી દીધી એ પછી આ રોલ માટેની રેસમાં શર્વરી સૌથી આગળ હતી, પણ ફરહાન અખ્તરની ક્રીએટિવ ટીમ આ ફિલ્મ માટે અનુભવી હિરોઇનને સાઇન કરવા માગતી હતી. આખરે તેમને રોમાના રોલ માટે ક્રિતી પર્ફેક્ટ લાગી છે અને આ રોલ માટે તેની પસંદગી કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે ફરહાનની ટીમે આ ફિલ્મ માટેનું લોકેશન ફાઇનલ કરી લીધું છે. ‘ડૉન 3’ માટે ઇન્ટરનૅશનલ સ્ટન્ટ ટીમ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો મોટો હિસ્સો યુરોપમાં શૂટ થશે. આવતા મહિનાથી આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થશે અને એનું શૂટિંગ ઑક્ટોબર-નવેમ્બરમાં શરૂ થઈ શકે છે.

