Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીની લાલ સાડી પહેરીને ક્રિતિકાએ સાદગીથી કર્યાં લગ્ન, બધી બહેનપણીઓએ કર્યું મૅચિંગ

મમ્મીની લાલ સાડી પહેરીને ક્રિતિકાએ સાદગીથી કર્યાં લગ્ન, બધી બહેનપણીઓએ કર્યું મૅચિંગ

Published : 13 March, 2026 02:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતિકા કામરા અને ગૌરવ કપૂર હવે સત્તાવાર રીતે લગ્નબંધનમાં બંધાઈ ગયાં છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલે બુધવારે લગ્ન કર્યાં. તાજેતરમાં તેમનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર આવી છે જેમાં તેમનો સાદગીભર્યો લુક લોકોને બહુ પસંદ પડી રહ્યો છે.

મમ્મીની લાલ સાડી પહેરીને ક્રિતિકાએ કર્યાં લગ્ન, બધી બહેનપણીઓએ કર્યું મૅચિંગ

ક્રિતિકા અને ગૌરવે બાંદરા સ્થિત પોતાના ઘરમાં ખૂબ જ ખાનગી સમારંભમાં લગ્ન કર્યાં. આ ખાસ પ્રસંગે પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.  લગ્નના આ ખાસ દિવસે ક્રિતિકા કામરાએ પોતાની મમ્મીની લાલ રંગની સાડી પહેરી હતી. આ પરંપરાગત લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેની સાદગીભરી સ્ટાઇલ સોશ્યલ મીડિયા પર પ્રશંસકોનું દિલ જીતી રહી છે. ક્રિતિકા કામરા અને ગૌરવ કપૂરની ઉંમરમાં લગભગ ૭ વર્ષનો તફાવત છે. ક્રિતિકા ૩૭ વર્ષની છે, જ્યારે ગૌરવ કપૂર ૪૪ વર્ષનો છે. આ લગ્નની તસવીરોમાં ક્રિતિકાની બહેનપણીઓનું ડ્રેસિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કારણ કે બધી ફ્રેન્ડ્સે ખાસ ડ્રેસ-કોડ ફૉલો કરીને સરખા રંગનાં કપડાં પહેર્યાં હતાં. 

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK