રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ‘લવ ઍન્ડ વૉર’ના ફર્સ્ટ લુક પોસ્ટર ૧૫ ઑગસ્ટે રિલીઝ કરવાની તૈયારી છે. ૩૦૦ કરોડના બજેટની આ ફિલ્મ ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને સંજય લીલા ભણશાળી
રણબીર કપૂર ‘રામાયણ’ સિવાય તેની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ને કારણે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પણ પછી એની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. હવે રિપોર્ટ છે કે નિર્માતાઓ ટૂંક સમયમાં રણબીર સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલને ચમકાવતી આ ફિલ્મના સ્ટાર્સનાં ફર્સ્ટ લુક પોસ્ટર ૧૫ ઑગસ્ટે રિલીઝ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ ફિલ્મનું કોઈ પોસ્ટર કે ટીઝર સામે આવ્યું નથી, પરંતુ હવે નિર્માતાઓએ આ કલાકારોનાં પોસ્ટર રિલીઝ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ‘લવ ઍન્ડ વૉર’ બૉલીવુડની એક મોટી ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા છે. ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયાના આશરે પાંચ મહિના બાદ આ ફિલ્મ રિલીઝ થશે કારણ કે રિલીઝની તારીખ આવતા વર્ષની ૨૧ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
