ફિલ્મમેકર લક્ષ્મણ ઉતેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ને બૉક્સ-ઑફિસ પર સારી એવી સફળતા મળી છે. મહેશ માંજરેકરે કહ્યું કે દર્શકો હકીકતમાં સંભાજી મહારાજને જોવા ગયા હતા અને મહારાષ્ટ્ર જ બૉલીવુડને બચાવી શકે છે.
મહેશ માંજરેકર અને છાવા ફિલ્મનું પોસ્ટર
ફિલ્મમેકર લક્ષ્મણ ઉતેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ને બૉક્સ-ઑફિસ પર સારી એવી સફળતા મળી છે. મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ઍક્શન-ડ્રામા ફિલ્મે આખી દુનિયામાં ૮૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરીને કમાણીના અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે. જોકે હાલમાં જાણીતા ફિલ્મમેકર મહેશ માંજરેકરે આ ફિલ્મની સફળતાના એક નવા જ દૃષ્ટિકોણ વિશે વાત કરી.
મહેશ માંજરેકરે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘વિકી કૌશલ બહુ સારો અભિનેતા છે અને તેની ફિલ્મ ‘છાવા’એ ૮૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરી છે, પણ વિકી એમ ન કહી શકે કે લોકો તેને જોવા માટે ફિલ્મ જોવા ગયા હતા. જો એવું હોત તો લોકોએ તેની છેલ્લી પાંચ ફિલ્મ પણ જોઈ હોત. દર્શકો હકીકતમાં સંભાજી મહારાજને જોવા માટે ગયા હતા. મારા મહારાષ્ટ્રએ હિન્દી ફિલ્મજગતને બચાવ્યું છે એ વાત યાદ રાખવી જોઈએ. ‘છાવા’ આજે સારો દેખાવ કરી રહી છે એનું ૮૦ ટકા શ્રેય મહારાષ્ટ્રને જાય છે. હકીકતમાં મહારાષ્ટ્ર જ ઇન્ડસ્ટ્રીને બચાવી શકે છે.’

