Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તુંબાડ 2 માટે મુંબઈમાં જ ઊભું કરવામાં આવશે ૭થી ૮ એકર વિસ્તારમાં ફેલાયેલું ડરામણું શહેર

તુંબાડ 2 માટે મુંબઈમાં જ ઊભું કરવામાં આવશે ૭થી ૮ એકર વિસ્તારમાં ફેલાયેલું ડરામણું શહેર

Published : 25 March, 2026 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેકર્સ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે

આ ફિલ્મ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝના બૅનર હેઠળ બનાવવામાં આવશે

આ ફિલ્મ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝના બૅનર હેઠળ બનાવવામાં આવશે


૨૦૧૮માં રિલીઝ થયેલી ‘તુંબાડ’ ફિલ્મે પોતાના અનોખા અંદાજ અને ડરામણી કહાનીથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. હવે એની સીક્વલ ‘તુંબાડ 2’ બનવાની છે જેને લઈને ફૅન્સમાં ઉત્સુકતા વધી છે. મળતી માહિતી પ્રમાણે આ વખતે મેકર્સ ફિલ્મને પહેલાં કરતાં ઘણા મોટા સ્તરે બનાવવાની તૈયારી કરી રહ્યા છે. મુંબઈમાં ફિલ્મના પહેલા શેડ્યુલ માટે એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે એક શહેર જેવો હશે. આ સેટ અંદાજે ૭થી ૮ એકર વિસ્તારમાં ફેલાયેલો હશે જેનાથી ફિલ્મના સ્કેલની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય. આ ફિલ્મની વાર્તા વિશે વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ આ વખતે ફિલ્મમાં ડર, રહસ્ય અને વિઝ્‍યુઅલ્સ પહેલાં કરતાં વધુ શક્તિશાળી હશે. આ ફિલ્મ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝના બૅનર હેઠળ બનાવવામાં આવશે. મેકર્સ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK