Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડે અનેક કલાકારોની પ્રતિભાને વેડફી નાખી છે: મનોજ બાજપેયી

બૉલીવુડે અનેક કલાકારોની પ્રતિભાને વેડફી નાખી છે: મનોજ બાજપેયી

Published : 29 October, 2026 10:34 AM | Modified : 29 October, 2026 11:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનોજ બાજપેયીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે મારી અભિનયપ્રતિભાનો માત્ર પચીસ ટકા જ ઉપયોગ થયો છે

મનોજ બાજપેયી

મનોજ બાજપેયી


બૉલીવુડમાં પ્રતિભાશાળી ઍક્ટર ગણાતા મનોજ બાજપેયીએ હાલમાં બૉલીવુડની કામ કરવાની શૈલીની આકરી ટીકા કરીને કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીએ અનેક પ્રતિભાશાળી કલાકારોને યોગ્ય તકો ન આપીને તેમની પ્રતિભા વેડફી નાખી છે અને એ આ ઇન્ડસ્ટ્રીનાં ‘ખરાબ કર્મો’ છે. પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરતાં તેણે કહ્યું કે અત્યાર સુધી તેની અભિનયપ્રતિભાનો માત્ર પચીસ ટકા જ ઉપયોગ થયો છે.

બૉલીવુડની કામ કરવાની સ્ટાઇલ વિશે વાત કરતાં મનોજે કહ્યું હતું કે ‘હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનેક ઉત્તમ કલાકારોને એક જ પ્રકારની ઇમેજમાં બાંધી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. આવું કરીને આપણે ઘણી ઉત્તમ પ્રતિભાઓને વેડફી નાખી છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે આ ઇન્ડસ્ટ્રીની બદનામી છે અને આવા મહાન કલાકારોની પ્રતિભા બરબાદ કરવાનું ખરાબ કર્મ એના માથે છે. સેટ પર તેમને મહત્ત્વ ન આપીને, તેમની ભૂમિકાઓને મર્યાદિત રાખીને અને તેમની સાથે ખરાબ વર્તન કરીને તેમની કારકિર્દી ખતમ કરી નાખવામાં આવી છે. ઘણા કલાકારો તો કોઈ ઓળખ મળ્યા વિના જ ગુમનામીમાં ખોવાઈ ગયા છે.’



પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરતાં મનોજે કહ્યું હતું કે ‘હું હંમેશાં માનતો આવ્યો છું કે મારી અભિનયક્ષમતાનો માત્ર પચીસ ટકા જ ઉપયોગ થયો છે. હજી ઘણું બાકી છે. જોકે મને લાગે છે કે આ એક કલાકારની મહત્ત્વાકાંક્ષા કે તેની ભૂખ છે. મને ખુશી છે કે મારી અંદર હજી પણ કંઈક કરી બતાવવાની ઇચ્છા હજી બાકી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK