‘મેરા લ્યારી’ની વાર્તા મહિલા ફુટબોલ, સમુદાયની એકતા અને લ્યારીમાં યુવા ખેલાડીઓ સામે આવતા પડકારો પર કેન્દ્રિત છે
‘મેરા લ્યારી’ ફિલ્મ ૮ મેએ પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી
ભારતમાં ફિલ્મ ‘ધુરંધર’ની બ્લૉકબસ્ટર સફળતા બાદ પાકિસ્તાન અકળાઈ ગયું હતું. ‘ધુરંધર’માં કરાચીના લ્યારી વિસ્તારની ગૅન્ગ-વૉર અને રાજકારણને દર્શાવવામાં આવ્યાં હતાં. ફિલ્મમાં દેશની બદનામી થતી જોઈને પાકિસ્તાને ‘ધુરંધર’નો જવાબ આપવા ‘મેરા લ્યારી’ ફિલ્મ બનાવી છે. જોકે ‘મેરા લ્યારી’ની રિલીઝના પહેલા દિવસે એક થિયેટરમાં બાવીસ જ ટિકિટ વેચાતાં મોટો ધબડકો થઈ ગયો છે.
‘મેરા લ્યારી’ ફિલ્મ ૮ મેએ પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. સોશ્યલ મીડિયા પેજ ‘ઑલ પાકિસ્તાન શોબિઝ સ્ટાર્સ’એ દાવો કર્યો કે પાકિસ્તાનની ફિલ્મ ‘મેરા લ્યારી’ને ખરાબ શરૂઆત બાદ ફૈસલાબાદના તાજ મહલ સિનેમામાંથી હટાવી દેવામાં આવી છે. આ ફિલ્મ પહેલા દિવસે માત્ર બાવીસ ટિકિટ વેચી શકી. ઓછા દર્શકો આવવાને કારણે આગામી શો પણ રદ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
‘મેરા લ્યારી’ની વાર્તા મહિલા ફુટબોલ, સમુદાયની એકતા અને લ્યારીમાં યુવા ખેલાડીઓ સામે આવતા પડકારો પર કેન્દ્રિત છે. નિર્માતાઓએ ફિલ્મ દ્વારા વિસ્તારની એક સારી છબી બતાવવાનો પ્રયાસ કર્યો છે.
